Lake Before Monsoon : ચોમાસા પહેલા જીલ્લાના જળાશયોમાં થઈ રહી છે આ કામગીરી

Lake Before Monsoon

Lake Before Monsoon : ચોમાસાની ઋતુ હવે નજીકમાં છે, જળાશયોમાં પાણી ખૂટવાને લીધે લોકોમાં પાણી માટે ત્રાહિમામ વ્યાપી ગયો છે. મહાનગરોમાં નર્મદાનાં નીર તેમજ પાણીના ટેન્કરોનો આધાર બચી રહ્યો છે. આ વખતે ઉનાળામાં વધુ તાપ પડવાને કારણે પાણી ઝડપથી સુકાયા છે.

Lake Before Monsoon

ત્યારે જૂનાગઢ જિલ્લામાં ચોમાસા પહેલા તળાવો ચેકડેમો ઉંડા ઉતારવા તેમજ તેની મરામતના કામો દર વર્ષની જેમ આ વર્ષે પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લાના કુલ 266 કામો પૈકી હાલ આશરે 100 થી વધુ કામો ચાલુ કરી દેવામાં આવ્યા છે. જે પૈકી 65 જેટલા કામો પૂર્ણ થઇ ચૂક્યા છે. આ કામગીરી માટે તંત્ર દ્વારા 1040 ટ્રેક્ટર અને ડમ્પર તેમજ 350 જેટલા જેસીબી કામે લગાડાયા છે.

સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત આ કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે. કુલ 266 કામો પૈકી 100 જેટલા કામો ચાલી રહ્યા છે. ઘેડ વિસ્તારમાં હાલ કેનાલ સફાઇની કામગીરી, નદી ઊંડી ઉતારવી અને વોકળાની સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી મનરેગાના શ્રમિકો પાસે કરાવવામાં આવી રહી છે, જેથી કરીને મનરેગાના શ્રમિકોને વેતન મળી રહે.

Lake Before Monsoon

તળાવ, જળાશયો અને નદીઓમાંથી નીકળતી ધૂળ ખેડૂતોને ખેત સુધારણા માટે જાહેર સાહસના કામમાં તેમજ જાહેર મિલકતને ઉપયોગી હોય તો વિના મૂલ્યે આપવામાં આવે છે. તમામ કામો આગામી તારીખ 31 સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે.

જળસંચયની કામગીરી અંતર્ગત જિલ્લાના અનેક જળાશયોને ઊંડા કરવાની કામગીરી થઈ રહી છે. જળાશયોને ઊંડા કરતાં પાણી સંગ્રહમાં તો વધારો થાય જ છે, સાથેસાથે તેમાંથી નીકળતી માટીને જરૂરી કામો જેવા કે, ગામતળના નિચાણવાળા વિસ્‍તારમાં પુરાણ કરવું, ગામના રસ્‍તાઓ લેવલ કરવાં, શાળા પ્રાથમિક આરોગ્‍યકેન્‍દ્ર તથા અન્‍ય સરકારી મકાનોના કંપાઉન્‍ડમાં પુરાણ કરવું, તળાવના પાળાઓ મજબુત કરવા જેવી કામગીરી કરવામાં આવે છે.

તળાવોની સંગ્રહ શકિત વઘતાં અને તળાવની આજુબાજુના વિસ્‍તારમાં ભૂગર્ભ જળ ઉંચા આવતાં, સીઘી તથા આડકતરી સિંચાઇ વિસ્‍તારમાં વઘારો થશે. સારા વરસાદના સંજોગોમાં ત્રણ થી ચાર વખત ચોમાસા દરમિયાન તળાવો ભરાતાં લાંબા સમય સુઘી પાણી સિંચાઇ માટે ઉપયોગમાં લઇ શકાશે. પાછોતરા વરસાદની કમી વખતે આ જળસિંચન પાણીથી ખરીફ સીઝનને જીવતદાન આપી શકાશે. ૫શુઘનને ચોમાસા સિવાયની ઋતુમાં ૫ણ પીવાનું પાણી ઉ૫લબ્‍ઘ થશે, જેનાંથી ૫શુઘનના સ્‍થળાંતરના પ્રશ્નો ઉદ્દભવશે નહિ.

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Also Read : Popular Actresses : માતા બની ગયા પછી આ અભિનેત્રીઓ, થઈ ગઈ છે પડદા પરથી ગાયબ! આપની ફેવરિટ પણ છે તેમાં સામેલ…