Junagadh News : તાજેતરમાં બનેલી એક ઘટનાએ આખા જૂનાગઢને હચમચાવી દીધું. શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર પેટ્રોલ પંપમાં સરાજાહેર એક યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાંખવામાં આવી હતી. હત્યા કર્યા બાદ ચાર આરોપીએ ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર ઘટના એટલી ઝડપથી બની ગઈ કે જેનું ક્યારેય અનુમાન પણ ન થઈ શકે! પરંતુ આ ઘટના સમયે ત્યાં હાજર બહાદુર પોલીસકર્મીએ તેમનો પીછો કર્યો હતો. જેમાં તે ત્રણ આરોપીઓને પકડવામાં સફળ રહ્યા હતા અને એક આરોપી નાસી છૂટ્યો હતો. Junagadh Case
તા.27, માર્ચના રોજ રેલવે સ્ટેશન નજીક આવેલા પેટ્રોલ પંપમાં થયેલી સરાજાહેર હત્યાના આરોપી જ્યારે હત્યા કરીને નાસી છૂટ્યા હતા ત્યારે તેઓની પાસે હથિયારો પણ હતા, પરંતુ આપણાં જૂનાગઢની લોકલ ક્રાઇમ બ્રાન્ચના બે ઝાબાઝ ઓફિસરોએ એ હત્યારાઓની સહેજ પણ બીક રાખ્યા વગર બહાદુરીપૂર્વક તેમનો પીછો કર્યો હતો. હજુ એ આરોપીઓ ક્યાંય દૂર નીકળે તે પહેલા જ તેમને પકડી પાડ્યા. આ બહાદૂર પોલીસકર્મીઓની હિંમત જ એટલી બળવાન હતી કે, તેઓ પાસે હથિયાર હોવા છતાં તેમણે એ ચલાવ્યા વગર ત્રણ આરોપીઓને માત્ર 10 જ મિનિટમાં પકડી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
આ આરોપીઓમાંનો એક આરોપી ત્યાથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, પરંતુ આ ભાગેળું આરોપીને પણ જૂનાગઢ પોલીસે વિસાવદરથી પકડી પાડ્યો હતો. આ આરોપીઓને બી ડિવિઝન પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, પરંતુ એટલો સમય પૂરતો ન હોવાથી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા હતા.
શહેરમાં જાહેરમાં થયેલા મર્ડરના આરોપીઓને માત્ર 10 જ મિનિટમાં પકડી પાડીને જેલ ધકેલનારા આપણાં જૂનાગઢની લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મવીર યોદ્ધાઓનું સન્માન લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષની ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રી દાતરેશ્વર ઇન્વેસ્ટર્સ કેર પ્રા.લી. દ્વારા આ બહાદુર પોલીસકર્મીઓનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જૂનાગઢના એસપી સાહેબશ્રી દ્વારા ગુન્હાખોરી કેવી રીતે નાબૂદ કરી શકાય, તે અંતર્ગત ઉપયોગી વક્તવ્ય અપાયું હતું.
આપણે પણ આ માહિતીને વધુને વધુ શેર કરીએ અને આ ઝાબાઝ અને નીડર પોલીસકર્મીઓનું સન્માન વધારીએ…
#TeamAapduJunagadh