Junagadh Waste Plant : જૂનાગઢ શહેરમાંથી રોજેરોજ ડોર-ટુ-ડોર એકઠો કરાયેલો કચરો પ્લાસવા પાસેની ડમ્પીંગ સાઇટ ઉપર ઠલવાય છે. જ્યાં અત્યાર સુધીમાં આશરે બે લાખ મેટ્રિક ટન જેટલો કચરો એકઠો થયો છે, તેના નિકાલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન વગર ભાડાની જમીન આપીને ‘બાયો મિથેન અથવા વેસ્ટ એનર્જી પ્લાન્ટ’ બનાવવા વિચારણા કરી રહી છે. તેના માટે આચારસંહિતા બાદ ટેન્ડર બહાર પાડવામાં આવશે, તેવું જાણવા મળી રહ્યું છે.
જુનાગઢ મહાનગરપાલિકાના સેનિટેશન સુપ્રી. આર.એસ. ડાંગરે જણાવ્યું કે, જૂનાગઢ શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ-સફાઇ માટે મહાનગરપાલિકા દ્વારા અનેક પગલા લેવાઈ રહ્યા છે. શહેરના દરેક વોર્ડમાં કોર્પોરેશનની કુલ 54 જેટલી ટીકરવાન દ્વારા ઘરે-ઘરેથી કચરો એકઠો કરવામાં આવી રહ્યો છે. દરરોજ આશરે 135 ટન જેટલો કચરો એકઠો થાય છે.
આ એકઠો થયેલો તમામ કચરો હાલ ઈવનગર રોડ ઉપર આવેલા પ્લાસવા પાસેની મ્યુનિસિપલ કોર્પોરેશનની 8 એકર જગ્યામાં પથરાયેલા ડમ્પિંગ સાઈડ પર ઠાલવવામાં આવે છે. આ કચરો એકઠો કરવા પાછળ દર વર્ષે આશરે મહાનગરપાલિકાને 8 કરોડનો ખર્ચ થાય છે. હાલ આ સાઈટ ઉપર આશરે બે લાખ મેટ્રિક ટન જેટલો કચરો ભેગો થયો છે. જેના નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા એક ચોક્કસ પ્રકારનું આયોજન તૈયાર થઈ રહ્યું છે.
મનપા દ્વારા હાલમાં જે જગ્યાએ કચરો એકઠો કરવામાં આવે છે, તે જગ્યાએ ખાનગી કંપનીને ટેન્ડર બહાર પાડી કામ આપીને વિદ્યુત પ્લાન્ટ ઉભો કરાશે. જે પ્લાન્ટ આશરે 1.25 કરોડની આસપાસ તૈયાર થશે. કંપનીને વગર ભાડાની જમીન આપીને આ કચરાનો નિકાલ કરવાની યોજના ઘડવામાં આવી છે.
વિતેલા સમયમાં એક વખત ટેન્ડર બહાર પાડયા હતા, જેમાં એક એજન્સીએ કામ પણ આપવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં તે કામ કરવા તૈયાર નહીં થતા, વર્તમાનમાં ફરી ટેન્ડર બહાર પાડવામાં આવશે. આચાર સંહિતા બાદ તેની કામગીરી કરવામાં આવશે. હાલ ગુજરાતમાં અમદાવાદ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનનો આવો પ્લાન્ટ છે. આ સિવાય જામનગર ખાતે પણ આવો પ્લાન્ટ ઊભો કરવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આપણાં જૂનાગઢમાં પણ આ એક સારી કામગીરી થવા જઈ રહી છે.
અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.
Email Id: aapdujunagadh@gmail.com
Also Read : Artist of the week: Ravi Bhatt a.k.a Guitar Guru of Junagadh