Junagadh News : 20 જુલાઇ, આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ નિમિત્તે ચંદ્ર વિષયક સ્પર્ધાઓનું આયોજન થશે; 15 જુલાઇ સુધીમાં અરજી કરવાની રહેશે.

Junagadh News : 20 જુલાઇ, આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ નિમિત્તે ચંદ્ર વિષયક સ્પર્ધાઓનું આયોજન થશે; 15 જુલાઇ સુધીમાં અરજી કરવાની રહેશે.
  • ગુજકોસ્ટ મૂન એક્સપ્લોરેશનના 54 વર્ષની ઉજવણી અનોખી રીતે કરી રહ્યું છે.
  • ત્યારે ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ & ટેક્નોલોજી (DST) ગુજરાત સરકાર દ્વારા આગામી તા.20 જુલાઇ, આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી સ્વરૂપે ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન થશે.
  • જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા આમ જનતા કોઈપણ નિઃશુલ્ક ભ લઈ શકશે.
  • જેમાં પહેલી નિબંધ સ્પર્ધા હશે; જેનો વિષય “ચાલો ચંદ્ર પર જઈએ: પ્રેરણા અને તકો” એવો રહેશે.
  • જ્યારે બીજી સ્પર્ધા ચિત્ર સ્પર્ધા હશે; જેનો વિષય “તમારી કલ્પનાનો ચંદ્ર” એવો રહેશે.
  • સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા સ્પર્ધકો નીચે આપેલ લિન્કની મદદથી તા.15 જુલાઇ સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.
  • સ્પર્ધાઓની દરેક શ્રેણીમાં ટોચના ત્રણ વિજેતાઓને (બધીજ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય (ક્રમશઃ 5000/-, 3000/-, 2000/-) ના આકર્ષક ઈનામો જીતવાની તક મળશે.
  • વધુ માહિતી વેબસાઈટ પર જઈને મેળવી શકાશે.
– નિબંધ લેખન સ્પર્ધા માટેનું રજીસ્ટ્રેશન: https://docs.google.com/…/1FAIpQLSc8k3qimKJ…/viewform…
– ચિત્ર સ્પર્ધાનું રજીસ્ટ્રેશન:
– વધુ વિગતો માટે વેબસાઇટ: https://gujcost.gujarat.gov.in/news.htm