Junagadh News : જૂનાગઢમાં યુવાનો માટે સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશન અને સર્વિસની નિઃશુલ્ક તાલીમ યોજાશે

Junagadh News
Junagadh News : જૂનાગઢમાં યુવાનો માટે સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશન અને સર્વિસની નિઃશુલ્ક તાલીમ યોજાશે
  • એસ.બી.આઈ. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ માટે 13 દિવસીય સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશન અને સર્વિસની તાલીમ યોજાશે.
  • એસ.બી.આઈ. આરસેટી દ્વારા યોજાનાર આ તાલીમમાં ભાઈઓને સંસ્થા દ્વારા તાલીમ, ભોજન અને આવાસની સુવિધા નિઃશુલ્ક આપવામાં આવશે.
  • આ તાલીમ દરમિયાન સંસ્થામાં રોકાવું ફરજિયાત છે.
  • આ તાલીમ માટે પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટા, આધારકાર્ડ, રેશનકાર્ડ, માર્કશીટ, શાળા છોડવાનું પ્રમાણપત્ર, બેંકની પાસબુક વગેરેની નકલ અને ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે.
  • આ તાલીમ આગામી તા.21 ઓગસ્ટથી શરૂ થનાર છે.
  • આ અંગે વધુ માહિતી માટે નીચે આપેલ વિગતોની મદદ લઇ શકાય છે.
સરનામુ: એસબીઆઇ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની બાજુમાં, બીલખા રોડ, જૂનાગઢ.
સંપર્ક: 0285-2620951 / 9904646466
(નોંધ: સોમવાર થી શનિવાર સુધી સવારે 10 થી સાંજે 05 વાગ્યા દરમિયાન સંપર્ક કરવો.)