Junagadh News : જન્માષ્ટમીના તહેવારોમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા 17 સફારી બસ ધરાવતા દેવળીયા પાર્કમાં 10 ખાનગી બસ ભાડે રખાશે!
- આગામી તા.3 સપ્ટેમ્બરને સોમવારથી શાળા-કોલેજોમાં સાતમ-આઠમના તહેવારની રજા જાહેર કરવામાં આવી છે, ત્યારે લોકો મિનિ વેકેશનની મજા માણવા ફરવા નીકળી જતાં હોય છે!
- સાસણમાં અત્યારથી જ મોટાભાગની હોટેલ-રિસોર્ટના બુકિંગ ફૂલ થવા લાગ્યા છે, જેના ભાડા પણ તહેવારને હિસાબે બમણા કરતાં વધુ થઈ ગયા છે!
- હાલ ચોમાસું વેકેશનને લઈને સાસણમાં ચાલતી જંગલ સફારી તો બંધ છે, પરંતુ દેવળીયા પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ છે.
- મિનિ વેકેશનને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાસણમાં ઉમટી પડવાના હોવાથી વનવિભાગ દ્વારા અત્યારથી જ તૈયારી હાથ ધરવામાં આવી છે.
- જેમઆ દેવળીયા પાર્કમાં સફારી માટે ખાનગી બસ ભાડે રાખવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
- દેવળીયા પાર્કમાં હાલ વન વિભાગની 17 સરકારી બસ ચાલે છે, તહેવારની સંભવિત ભીડને ધ્યાને લઈને 10 જેટલી ખાનગી બસ ભાડે રાખવામાં આવશે, જેથી પ્રવાસીઓની ભીડને સુવિધાઓ મળી રહે!