Junagadh News : 09 ડિસેમ્બર 2023 ના રોજ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો છેલ્લો દિવસ; નામ દાખલ, સુધારો અને કમી કરવાની પ્રક્રિયા કરી લેવા અપીલ કરવામાં આવી.

Junagadh News
Junagadh News : 09 ડિસેમ્બર 2023 ના રોજ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો છેલ્લો દિવસ; નામ દાખલ, સુધારો અને કમી કરવાની પ્રક્રિયા કરી લેવા અપીલ કરવામાં આવી.
  • લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.01 જાન્યુઆરી, 2024 ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદારયાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
  • રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન ખાસ ઝુંબેશ દિવસ તા.09 ડિસેમ્બર 2023 (શનિવાર) ના રોજ બુથ લેવલ ઓફિસર્સ સવારે 10 થી સાંજે 05 વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહેશે અને નાગરિકોને રૂબરૂ જોવા માટે મતદાર યાદી ઉપલબ્ધ કરાવશે.
  • આમ, મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારા કે કમી કરવા માટે બીએલઓ ઉપસ્થિત રહેશે.
  • પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વય જૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદારયાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના VOTER HELPLINE APP અને VSP ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
  • તા.09 ડિસેમ્બર 2023 ના રોજ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 નો છેલ્લો દિવસ છે; જો કોઇપણ મતદાર મતદારયાદીમાં નામ નોંધવા પર બાકી હોય તો પોતાના મતદાન મથકના બી.એલ.ઓ.નો સંપર્ક કરી આ તારીખ સુધીમાં પોતાના નામની નોંધણી કરાવી શકે છે.
  • વધુ માહિતી માટે સંબંધિત મતદાન મથકના બી.એલ.ઓ., મામલતદાર કચેરી, પ્રાંત અધિકારીની કચેરી તથા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકાશે.
  • તેમજ ચૂંટણી પંચની Voter Helpline App/ www.voters.eci.gov.in પર લોગીન કરી ઓનલાઇન માઘ્યમથી ફોર્મ ભરી શકાશે.