Junagadh News : જૂનાગઢ સ્થિત શિશુમંગલ ટ્રસ્ટ દ્વારા ચાર વર્ષની અનાથ બાળકીને અમદાવાદના દંપતીને દત્તક સોંપાઇ.
– જૂનાગઢ ખાતે આવેલા શિશુમંગલ ટ્રસ્ટ સંસ્થાની સ્પેશ્યલાઇઝડ એડોપ્શન એજન્સી દ્વારા એક બાળકીને પ્રી-એડોપ્શન ફોસ્ટર કેરમાં આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
– જૂનાગઢ જિલ્લા કલેક્ટરના હસ્તે અનાથ બાળકીને અમદાવાદના એક દંપતીને સોંપવામાં આવી.
– આ કાર્યક્રમમાં જીલ્લા બાળસુરક્ષા અધિકારી, આર.એમ.ઓ., ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્ય તથા સંસ્થાના માનદ મંત્રી અને સંસ્થાના ટ્રસ્ટી હાજર રહ્યા હતાં.
– જો કોઈપણ દંપતીને બે બાળક હોય તો જ અન્ય બાળકને દત્તક લઈ શકે છે, જો દંપતીને પોતાના ત્રણ બાળકો હોય તો દત્તક લઈ શકે નહી.
– આમ, દત્તક વિધાન અંગેની સાચી સમજ એક પરિવારને પારણું ઝુલાવવનો અવસર મળે અને પરિવારને ખુશી આપવા માટેનું માધ્યમ બની રહે છે.
– દત્તક લેવા માટેની પ્રકિયા:
01. આ પ્રક્રિયા માટે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે; જેમાં પાનકાર્ડ, આધારકાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, મેડિકલ રિપોર્ટ, ઇન્કમટેક્સ રિટર્ન, પોલીસ ક્લીયરન્સ અને બંનેના ફોટો આપવાના હોય છે.
02. દંપતીને બાળકોની પસંદગી કરવાની છૂટ હોય છે અને પતિ-પત્નીના ઉંમરના સરવાળાને આધારે તેઓ કેટલા વર્ષનું બાળક દત્તક લઈ શકે તે માહીતી આપવામાં આવે છે.
03. રજીસ્ટ્રેશન પૂર્ણ થાય પછી દંપતીના ઘરની મુલાકાત અને ઇન્ટરવ્યુ પણ કરવામાં આવે છે.
04. ફોસ્ટર કેરની મંજૂરી બાદ બાળકને દત્તક લેવા માટેની પ્રકિયા કરી તપાસ બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બાળક દત્તક આપવાનો ઓર્ડર દંપતીને
આપવામાં આવે છે.
– રજીસ્ટ્રેશન માટેની લિન્ક: http://www.cara.nic.in