Junagadh News: આડેધડ વાહન પાર્કિંગ કરનારને રૂ.500 નો દંડ થશે, વાહનો ટોઇંગ કરાશે! પહેલા નોરતાથી અમલવારી થશે!

Junagadh News: આડેધડ વાહન પાર્કિંગ કરનારને રૂ.500 નો દંડ થશે, વાહનો ટોઇંગ કરાશે! પહેલા નોરતાથી અમલવારી થશે!

  • જૂનાગઢ શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ આડેધડ પાર્ક થતાં વાહનોને ટોઇંગ કરવા માટે જૂનાગઢ પોલીસે કડક નિયમો હાથ ધર્યા છે!
  • જે અંતર્ગત આગામી તા.15 ઓક્ટોબર પહેલા નોરતાથી પાર્કિંગ ઝોનમાં આડેધડ વાહન પાર્ક કરનારાઓ પાસેથી રૂ.500 દંડ વસૂલવામાં આવશે.
  • શહેરના તમામ મુખ્ય રસ્તાઓ, શોપિંગ સેન્ટર, એપાર્ટમેન્ટ, કોર્પોરેટ બિલ્ડિંગની આજુબાજુમાં જાહેર રસ્તા પર જાહેર જનતા, સંબંધિત વેપારીઓ તથા વાહન માલિકો દ્વારા કોઈપણ વાહનો નિયત કરેલ જગ્યાને બદલે જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પાર્કિંગ કરવામાં આવશે તો દરેક વાહન માટે રૂ.500 દંડ ચૂકવવો પડશે.
  • ટોઇંગ કરેલ વાહનોને ટ્રાફિક શાખા રેલવે સ્ટેશન સામે રાખવામાં આવશે.
  • એક તરફ મનપા દ્વારા ક્યાંય પાર્કિંગ માંતે સુવ્યવસ્થિત કે પૂરતી જગ્યા નથી ત્યારે આ નવા નિયમ અન્વયે આમ જનતાને દંડ ભોગવવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાશે!