Junagadh News : પારુલ યુનિવર્સિટીના 7 વિદ્યાર્થીઓની ટીમે ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી શૂટિંગ ટુર્નામેન્ટ(AIU) માં ભારતની ટોચની 8 ટીમોમાં સ્થાન મેળવ્યું.
– વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓમાં રહેલી એથ્લેટિક પ્રતિભાને પ્રોત્સાહિત કરવામાં હંમેશા અગ્રેસર હોય છે, જેના થકી વિદ્યાર્થીઓ પણ પોતાને ગમતા ક્ષેત્રમાં ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી રહ્યા છે.
– તાજેતરમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી નેશનલ ગેમ્સ-2023 અંતર્ગત ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી શૂટિંગ ટુર્નામેન્ટ(AIU) (મેન & વુમેન) માં રાઇફલ અને પિસ્તોલ શૂટિંગમાં પારૂલ યુનિવર્સિટીના 7 વિદ્યાર્થીઓએ અનોખો દેખાવ કર્યો છે.
– જે બદલ આ વિદ્યાર્થીઓની ટીમને ભારતની ટોચની 8 ટીમોમાં સ્થાન મળ્યું છે.
– આમ, પારૂલ યુનિ. તેમના વિદ્યાર્થીઓમાં છૂપાયેલા રમતવીરને ઉજાગર કરવા રમત-ગમતને લગતી વિવિધ પ્રવૃત્તિઓ, પ્રેક્ટિસ સત્રો અને પ્રાયોજિત પ્રવૃત્તિઓના સંપર્ક દ્વારા યુવા વ્યક્તિઓની રમત પ્રતિભાને વિકસાવવા માટે વિવિધ રમતોમાં રમતવીર-સંબંધિત સહાય પૂરી પાડી છે.