Junagadh News : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બ્રેસ્ટ કેન્સરની દવા બનાવવા ઉપયોગી રસાયણ એઝાઇન્ડોલનું નવું સંશ્લેષણ વિકસાવ્યું.
- જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સની રીસર્ચ લેબમાં હાલની વૈશ્વિક સમસ્યા કેન્સર પર સંશોધન કાર્ય ચાલી રહ્યું છે.
- જેમાં ડો.નવલ કપુરીયાના માર્ગદર્શન હેઠળ સાવન ચોથાણી અને ચિરાગ ચામકીયાએ બ્રેસ્ટ કેન્સરની દવા બનાવવા માટે ઉપયોગી રસાયણ એઝાઇન્ડોલનું નવુ સંશ્લેષણ વિકસાવ્યું છે; જે ફાર્મા ઉદ્યોગો માટે ઉપયોગી પુરવાર થશે.
- આ ઉપરાંત તેનો ઉપયોગ કરી બ્રેસ્ટ કેન્સરની સામે રક્ષણ કરી શકે તેવી દવાનું જટિલ અને લાંબાગાળાના પ્રયોગો દ્વારા નિર્માણ કરેલ છે.
- આ સંશોધનની ચકાસણી માટે અમદાવાદની ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ખાતે પ્રાથમિક ચકાસણી થયા બાદ હકારાત્મક રિપોર્ટ આવ્યો હતો, આ સંશોધન પેટન્ટ જર્નલમાં પણ પ્રકાશિત થયેલ છે.
- આ ઉપરાંત આ ડિપાર્ટમેન્ટમાં ડો.મૃણાલ અંબાસણાના માર્ગદર્શનમાં હાર્દિક વરૂએ 10થી વધારે ધાતુઓ, આયર્નના પૃથક્કરણ કરી શકે તેવુ એક ફ્લૂરોસન્સ પ્રોબ બનાવ્યું છે, જે એક પ્રકારનું કેમિકલ છે.
- આ અંગે કુલપતિ ડો.ચેતન ત્રિવેદીએ જણાવ્યું કે; યુનિવર્સિટીના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતા સંશોધનો માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં યુનિવર્સિટી તત્પર છે.
- ઉપરાંત બંને પેટન્ટ ફાઇલિંગ અંગેની ગ્રાન્ટ, મેન્ટરશીપ નરસિંહ મહેતા યુનિ.ના સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન સેલ દ્વારા આપવામાં આવેલ છે.