જૂનાગઢ માં એનસીસી દ્વારા આયોજિત ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ કેમ્પ સંપન્ન થયો

જૂનાગઢ

જૂનાગઢ માં તા.09, જાન્યુઆરી થી તા.20, જાન્યુઆરી, 2019 સુધી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ શીર્ષક હેઠળ એક કેમ્પનું આયોજન થયું હતું. જાણો આ કેમ્પ વિશેની સંપૂર્ણ માહિતી… Junagadh News

જૂનાગઢ

ગુજરાત એનસીસી ડાયરેક્ટરેટના રાજકોટ ગૃપ દ્વારા 8 એનસીસી બટાલિયન, જૂનાગઢમાં તા.09, જાન્યુઆરી થી તા.20, જાન્યુઆરી, 2019 સુધી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ શીર્ષક હેઠળ એક કેમ્પનું આયોજન થયું હતું. આ કેમ્પમાં એનસીસીના 500 જેટલાં ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાં 100 ઉમેદવારો જમ્મુ-કશ્મીરના અને 400 ઉમેદવારો ગુજરાતનાં હતાં. જેમાં મહિલા-પુરૂષ બંને ઉમેદવારો હતાં.

આ કેમ્પના આયોજનનો મુખી ઉદ્દેશ્ય ભારતની એક્તા હતો. જેમાં બે-બે રાજ્યોની જોડી બનાવવામાં આવી હતી. જેમાંની એક ગુજરાત અને જમ્મુ-કશ્મીર રાજ્યની હતી. ગુજરાતનાં એનસીસી ઉમેદવારો પણ આ અગાઉ જમ્મુ-કશ્મીર ગયાં હતાં.

જૂનાગઢ

આ કેમ્પમાં તા.18, જાન્યુઆરીના રોજ મેજર જનરલ રોય જોસેફ ઉપરાંત જુનાગઢ શહેરના મેયર, કમિશ્નરશ્રી સહિતના અનેક પદાધિકારીઓ અતિથિવિશેષ તરીકે હાજર રહ્યા હતાં.આ સમયે મુખ્ય આકર્ષણ તરીકે એનસીસીના ભૂતપૂર્વ ઉમેદવારોએ ભાગ લીધો હતો.

કેમ્પ દરમિયાન બધાંજ એનસીસી ઉમેદવારોને સોમનાથ, સાસણ ગીર તેમજ જુનાગઢના ફરવાલાયક સ્થળો જેવા કે અશોક શિલાલેખ, ભવનાથ મંદિર, સંગ્રહાલય વગેરે જગ્યાઓની મુલાકાત કરવવામાં આવી હતી.

Also Read : પ્રિયંકાએ તમામ હદ કરી પાર,ચાહકો પણ થયા નારાજ.બોલ્ડ અવતારમાં કર્યો આવો ડાન્સ… જુઓ વિડીયો