Junagadh News : નોબલ યુનિવર્સિટી અને દ્રોણા ફાઉન્ડેશન દ્વારા આગામી 04 નવેમ્બરે જૂનાગઢમાં સૌપ્રથમ વખત ઇન્ડસ્ટ્રીઝ-એકેડેમી મીટનું આયોજન થશે; જેમાં નાના-મોટા બીઝનેસ નિઃશુલ્ક ભાગ લઈ શકશે.
- જૂનાગઢના વિકાસમાં શહેરમાં સ્થિત બીઝનેસનો પણ મહત્વનો ફાળો છે, ત્યારે આ એકમોને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સહેલાઈથી મળી શકે એ માટે નોબલ યુનિવર્સિટી અને દ્રોણા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢમાં સૌપ્રથમ વખત ઇન્ડસ્ટ્રીઝ-એકેડેમી મીટનું આયોજન થવા જઈ રહ્યું છે.
- જે આયોજન આગામી તા.04 નવેમ્બર, 2023 ના રોજ હોટલ ઇન્દ્રલોક ખાતે યોજાશે.
- જે આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય જુદાજુદા એકમો અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો વચ્ચે કડી બનવાનો છે.
- જે આયોજનમાં જૂનાગઢ કે તેની આજુબાજુ સ્થિત બીઝનેસ ધારકો નિઃશુલ્ક ભાગ લઈને પોતાના એકમ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો વિશે જણાવી શકશે.
- આયોજનકર્તા તે જરૂરિયાતને પૂર્ણ કરવા અને જે તે એકમના ભવિષ્યને ઉજ્જવળ કરવા પ્રયત્નશીલ બનશે!
આયોજનની વિગતો:
તારીખ: 04 નવેમ્બર, 2023 (શનિવાર)
સમય: સાંજે 6 વાગ્યાથી
સ્થળ: હોટેલ ઇન્દ્રલોક, રેલવે સ્ટેશન રોડ, મજેવડી દરવાજા પાસે, જૂનાગઢ.
ઇવેન્ટનો ભાગ બનવા માટે સંપર્ક: +91 94271 84429