Junagadh News : નવરાત્રિના 10 દિવસમાં જૂનાગઢમાં આયોજિત 86 ગરબા આયોજનોમાં 8 લાખથી વધુનો વીજ વપરાશ થયો!

Junagadh News : નવરાત્રિના 10 દિવસમાં જૂનાગઢમાં આયોજિત 86 ગરબા આયોજનોમાં 8 લાખથી વધુનો વીજ વપરાશ થયો!
  • મળતી માહિતી અનુસાર જૂનાગઢ શહેરમાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવા માટે 76 જેટલી પ્રાચિન ગરબીઓ તેમજ 10 જેટલી પાર્ટી પ્લોટોમાં અર્વાચિન ગરબીઓના આયોજન થયા હતા.
  • નવરાત્રિ દરમિયાન આ આયોજનમાં વીજ ફોલ્ટ ન સર્જાય તે માટે 25 દિવસ સુધી વીજ કંપનીની 12 ટીમના 50 કર્મીઓ સ્ટેન્ડ બાય રહ્યા હતા.
  • નવરાત્રી પૂર્વે વિવિધ વિસ્તારોમાં સર્વે કામગીરી થઈ હતી, જે બાદ જ્યાં પણ મેઇન્ટેનન્સની આવશ્યકતા હતી, ત્યાં તુરત રિપેરીંગ હાથ ધરી નવરાત્રી દરમિયાન લાઇટ ગૂલ ન થાય તેની કાળજી લેવાઈ હતી.
  • જેને લઈને ગત નવરાત્રી પર્વની ઉજવણીમાં ગરબીમાં વિજફોલ્ટ સર્જાયાની એકપણ ફરિયાદ આવી નથી!
  • આમ તો, દર 2 મહિને બીલ બનતા હોય છે, પરંતુ શહેરમાં નવરાત્રિના 10 દિવસમાં 8 લાખથી વધુનો વીજ વપરાશ થયાનો હાલમાં અંદાજ છે!
  • પાર્ટી પ્લોટોની ગરબીમાં દરરોજનો અંદાજે 60,000 નો વીજ વપરાશ થતો હોય 10 દિવસમાં 6 લાખનો વીજ વપરાશ થયો છે; જ્યારે 76 પ્રાચિન ગરબીઓના આયોજનો હતા, જેમાં દરરોજના 300 રૂપિયાનો વીજ વપરાશ ગણતા દરરોજનો 22,800નો અને 10 દિવસમાં 2.28 લાખથી વધુનો વીજ વપરાશ થયો હોવાનો અંદાજ છે.
  • આમ, નવરાત્રિ દરમિયાન 10 દિવસના ગરબીના આયોજનને લઇને વીજ કંપનીને 6 લાખથી વધુની આવક થશે.