Junagadh News : સૌરાષ્ટ્રની દ્વારકા અને વેરાવળ વેધર ઓફિસને વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠન દ્વારા 100 વર્ષ જૂની સક્રિય વેધશાળા તરીકે માન્યતા મળી છે.
– દુનિયાનાં 100 જેટલા વેધર સ્ટેશનની દર દસ વર્ષે સમીક્ષા કરવામાં આવે છે.
– તાજેતરમાં વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠન દ્વારા ભારતમાં 100 વર્ષ જૂની સક્રિય 3 વેધર ઓફિસને વેધશાળા તરીકે માન્યતા આપવામાં આવી છે.
– જેમાં સૌરાષ્ટ્રની દ્વારકા અને વેરાવળ વેધર ઓફિસ અને ઓરિસ્સાની કટક વેધર ઓફિસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
– દ્વારકા અને સોમનાથ બન્ને દરિયાકાંઠે આવેલ હવામાન કચેરી છે, જેનું ધાર્મિક અને મોસમની દૃષ્ટિએ ઘણું મહત્ત્વ છે.
– આ બન્ને કચેરીઓ દ્વારા છેલ્લા 100 વર્ષથી હવામાન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે.
– વર્લ્ડ મેટ.ઓર્ગેનાઈઝેશન દ્વારા ભારત મોસમ વિજ્ઞાન વિભાગનાં મહાનિર્દેશકને આ અંગેના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે.