Junagadh News : જૂનાગઢ જિલ્લાની જર્જરિત સરકારી કચેરીઓને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવશે.
- તાજેતરમાં જૂનાગઢમાં જર્જરિત ઇમારતો પડવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે આ અંગે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહત્વની બેઠક મળી.
- જેમાં સરકારી કચેરીઓને ફાળવેલ જગ્યાનો ઓછો ઉપયોગ કરતી ઓફિસો અથવા આ ઓફિસમાં ખાલી જગ્યાઓ તપાસવા માટે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જરૂરી કાર્યવાહી હાથ ધરવા માટે જનાવાયું છે.
- જર્જરિત સરકારી કચેરીઓની વૈકલ્પિક વ્યવસ્થાઓ માટે સંબંધિત વિભાગના અધિકારી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરશે અને ઉપલબ્ધ જગ્યાઓ તપાસશે.
- તપાસના અંતે જો કોઈ જગ્યા ઉપલબ્ધ ન હોય તો માર્ગ અને મકાન વિભાગ ભાડું નક્કી કરશે અને સરકારી કચેરીઓને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવશે.
- આમ, જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જર્જરીત સરકારી મકાનો તથા કચેરીઓથી કોઈ દુર્ઘટના ન બને ઉપરાંત અરજદારો અને અધિકારી -કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મકાનો-કચેરીઓની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
- હાલ ચોમાસાની ઋતુમાં અતિભારે વરસાદને પગલે જર્જરિત મકાનો-સરકારી કચેરીઓમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે અગમચેતીના ભાગરૂપે જરૂરી તમામ પગલાં તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે.