જાણો આપણા જૂનાગઢ નજીક શરુ થવા જઈ રહેલા એકમાત્ર હવાઈ મથક વિશે- Keshod Airport

Keshod Airport

Keshod Airport : આપણું સૌરાષ્ટ્ર હંમેશાથી લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. એ પછી એના ફરવાલાયક સ્થળો માટે હોય, ખાસ કાઠિયાવાડી ભોજન માટે હોય કે પછી આપણા સૌરાષ્ટ્રની થતી પ્રગતિ માટે હોય. તો આપણા સૌરાષ્ટ્રની પ્રગતિમાં વધારો થવા જઈ રહ્યો છે. આપણા માટે ગૌરવની વાત કહી શકાય એવું કેશોદ હવાઈમથક ફરીથી શરુ થવા જઈ રહ્યું છે ત્યારે ચાલો પહેલાં જાણીએ કેશોદ હવાઈમથકની શરૂઆત વિશે.

Keshod Airport
કેશોદ હવાઈમથક ( keshod airport )જૂનાગઢના નવાબ મહોબ્બતખાનજી દ્વારા ઈ. સ. 1944 થી ઈ. સ. 1947 ના સમયગાળા દરમ્યાન બનાવવામાં આવેલું. કેશોદ એ સમયમાં ભારતના પ્રખ્યાત હવાઈમથકોમાનું એક ગણાતું. અહીંની સુનિશ્ચિત કામગીરી ને સરળ બનાવવા ઈ. સ. 1980 માં આ હવાઈમથકનું નવીનીકરણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ સરકારશ્રી દ્વારા ઓછા ટ્રાફિકનું કારણ આપીને આ હવાઈમથક ઈ. સ. 2000 માં બંધ કરી દેવામાં આવ્યુ. અહીં ઉડાન ભરેલી છેલ્લી ફ્લાઇટ જેટ એરવેઝની હતી જે વર્ષ 2000 માં બંધ કરવામાં આવી.


હવે ફરીથી નવીનીકરણ(renovation) બાદ એક અંદાજ મુજબ 30 નવેમ્બર 2018 થી આ હવાઈમથક ફરીથી કાર્યરત થવા જઈ રહ્યું છે. જેમાં કેશોદ થી અમદાવાદ જવા માટે દરરોજ ફ્લાઇટ મળશે. જેમાં True Jet નું મોડેલ ATR-72 જે 72 seater પ્લેન છે એ દરરોજ કેશોદ થી અમદાવાદ જવા માટે ઉડાન ભરશે.


આપણું જૂનાગઢ એ પ્રવાસન કેન્દ્ર છે તો અહીં બહારના રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ માટે આ હવાઈમથક ખૂબ જ ફાયદાકારક અને મહત્વનું બની રહેશે.રાજકોટ હવાઈમથકના બદલે કેશોદ હવાઈમથક સુધી પ્લેન દ્વારા પહોંચી બહારથી આવતા પ્રવાસીઓ પોતાના સમયનો બચાવ કરી શકશે.

Keshod Airport
પહેલાં રોપ વે અને પછી કેશોદ હવાઈમથક.આપણું સૌરાષ્ટ્ર આવી જ રીતે પ્રગતિ કરતું રહે એવી શુભેચ્છાઓ.

Also Read : દોડતી જતી જિંદગીમાં રિફ્રેશ બટન સમોવડી જૂનાગઢની આ જગ્યા, તમને જરૂર તરોતાઝા કરી મૂકશે!