Junagadh News : વાવાઝોડાથી શાકભાજીના પાકને વ્યાપક નુકશાન થતાં; માર્કેટીંગ યાર્ડમાં આદુ પ્રતિમણ રૂ.3000/-, ટમેટા રૂ.1400ના ભાવે વેચાયા!
- તાજેતરમાં આવેલ વાવાઝોડાની સીધી અસર શાકભાજીના પાક પર થવાથી શાકભાજીની આવકમાં નોંધનીય ઘટાડો નોંધાયો છે.
- જેના કારણે જૂનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના ભાવ આસમાને ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
- જે અંતર્ગત આદુના પ્રતિમણ રૂ.2800 થી 3000, ટમેટાના રૂ.1300 થી 1400 નોંધાયા હતા.
- ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હોવાની સાથે શાકભાજીના ભાવમાં પણ વધારો થતાં મધ્યમ વર્ગના લોકો અને શેરી-મહોલ્લામાં લારી લઈને શાકભાજીનું વેંચાણ કરતાં નાના ફેરિયાઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.
- મળતી માહિતી પ્રમાણે; હજુ આગામી દિવસમાં શાકભાજીના ભાવમાં વધારો થશે!
- બીજી બાજુ; જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા 3 દિવસમાં બટેટાની સૌથી વધુ આવક જોવા મળી હતી.
- જેમાં 23 જૂને 581 કિવન્ટલ બટેટાની આવક, ટમેટા 84 કિવન્ટલ, 24 જૂને બટેટાની 117 કિવન્ટલ આવક, ટમેટાની 54 કિવન્ટલ અને આદુની 1 કિવન્ટલ આવક તેમજ 26 જૂને બટેટાની 124 કિવન્ટલ, ટમેટાની 127 કિવન્ટલ અને આદુની 6 કિવન્ટલ આવક નોંધાઇ હતી.
- જેમાં પ્રતિમણ ટમેટા અને આદુના ભાવ વધારે નોંધાયા હતા.