Junagadh News : જૂનાગઢ જિલ્લા કલેક્ટરની હાજરીમાં “બેટી બચાવો બેટી પઢાઓ” યોજના અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ.
.
– રાજ્ય સરકાર દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાઓ’ યોજના હેઠળ વિવિધ પ્રકારની કામગીરી સમયાંતરે થતી હોય છે.
– ત્યારે, જૂનાગઢ જિલ્લામાં પણ “બેટી બચાવો બેટી પઢાઓ” યોજના અંતર્ગત દીકરીઓના સર્વાંગી વિકાસ માટે નિયમિત પણે કામગીરી કરવામાં આવે છે.
– ગઈકાલે, જૂનાગઢ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ હતી.
– જે અંતર્ગત દીકરીઓના શિક્ષણ-આરોગ્ય અને તેમના સર્વાંગી વિકાસ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
– આ બેઠકમાં જિલ્લા ક્લેક્ટરે દીકરીઓના સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયા વિશે, દીકરીઓ શિક્ષણ અભિમુખ બને તે માટે વિશેષ પગલાં લેવા, સ્ત્રીઓ સાથે થતી ઘરેલુ હિંસા રોકવા તેમજ જુદી-જુદી યોજનાઓનો લાભ આપવાની ચર્ચાઓ કરી હતી.
– આ ઉપરાંત જિલ્લામાં દીકરીઓના તાલુકાવાર જાતિ પ્રમાણ રેશિયાની સમીક્ષા કરવામાં આવી હતી.
– વધુમાં, દીકરીઓના જન્મનાં વધામણા થાય તે માટે, ધરાતલ પર યોજનાબદ્ધ રીતે કામગીરી કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું.
– જૂનાગઢ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા, નિવાસી અધિક કલેકટર, મહિલા અને બાળવિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી સહિતનાં અધિકારીઓએ આ બેઠકમાં હાજરી આપી હતી.