Junagadh News: જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં ટ્રાકીકનો ભંગ કરનાર 674 તથા પ્રોહીબિશનને લગત 100 ઇસમ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી!
- નાતાલ તથા નવા વર્ષના તહેવાર દરમિયાન જૂનાગઢ જિલ્લામાં શાંતિપુર્ણ માહોલ જળવાઈ રહે તથા અસામાજીક પ્રવૃતિ પર રોક લગાવવા જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન થયું.
- જે દરમિયાન જૂનાગઢ જિલ્લામાં સઘન વાહન ચેકીંગ કરી દેશી/વિદેશી દારૂના ઉપયોગ તથા વેચાણ કે હેરાફેરી કરનાર ઇસમો વિરુધ્ધ કડક કામગીરી કરવામાં આવી હતી.
- જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા ન રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું.
- આ ડ્રાઈવ દરમિયાન 118 નંબર પ્લેટ વગરના વાહનો, 105 કાળા કાચવાળા વાહનો, 310 ટ્રિપલ સવારી વાહનો સહિતના વાહનચાલકો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કુલ રૂ.1,38,900 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
- આ ઉપરાંત પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરી અલગ-અલગ સ્થળેથી દારૂનો જથ્થો કબ્જે કરી કુલ-100 કેસો કરવામાં આવેલ છે; જેમાં કુલ રૂ.98064 કિંમતનો દારૂ કબજે કરેલ છે.
- આ સમગ્ર ડ્રાઇવ દરમ્યાન મહિલા વાહન ચાલકો, બાળકો સાથે ડ્રાઇવ કરતા ફેમિલી સભ્યો સાથેના વાહન ચાલકો તથા શહેર અને જિલ્લાના સજજન નાગરિકોને વાહન ચેકીંગથી હેરાનગતિ કે કનડગત ન થાય તે અંગે વિશેષ ધ્યાન આપવામાં આવે છે.
- માત્ર ટ્રાફિક નિયમોનું ઉલ્લઘન કરતા તથા દારૂનું વેચાણ કરતા, પીધેલા/ ડ્રગ્સ લીધેલા ઇસમો વિરૂદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.