જાણો આ વખતેની નવરાત્રિ કઈ રીતે અલગ છે દર વર્ષ કરતા…

નવરાત્રી શરૂ થઇ રહી છે તો મજા તો કરવાની જ ને !

નવલા નોરતાંના લીધે ઉત્સાહ વધી રહ્યો છે એમાં પણ આ વખતે નવરાત્રીમાં કંઇક અલગ જ આનંદ જોવા મળી રહેશે ખાસ કરીને શાળા, કૉલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં. આ ઉત્સાહ તો હોવાનો જ એનું એકમાત્ર કારણ છે આ મીની વેકેશન.

એક સમય હતો કે વિધાર્થીઓને પરીક્ષા અને નવરાત્રી સાથે મેનેજ કરવી પડતી હતી. પણ હવે તો ભણવા જવાનું પણ ટીએનશન હળવું થઇ ગયું છે. હવે ગરબે ઘુમીને બધો થાક સ્કૂલે કે કોલેજે લઇ જવાની જરૂર નહીં રહે..

 

આસો સુદ એકમના દિવસથી શરૂ થતી નવરાત્રિના ઉત્સવનો પ્રારંભ 10 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી (એક તિથિનો ક્ષય છે) નવરાત્રોત્સવ છે.

નવલા નોરતાની નવે નવ રાત્રિઓ દુર્ગામાતાના નવ સ્વરૂપો છે. જે અનુક્રમે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધિદાત્રી માતાજીના દિવસો તરીકે માનવામાં આવે છે.

Also Read : સમસ્ત લુહાર જ્ઞાતિ ના આધાર એવા દેવતણખી બાપા અને લિરલબાઈનો વિશેષ મહિમા…