Junagadh News : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લાં પાંચ દિવસમાં જીરૂનાં ભાવમાં તોફાની ઉછાળો; એક મણનાં ભાવ રૂ.11,680 નોંધાયા.
- છેલ્લાં કેટલાંક દિવસોથી જીરૂનાં ભાવમાં વધારાની સ્થિતિ સામાન્ય જનતા માટે ચિંતાજનક બની છે.
ત્યારે, ગઇકાલે ફરી એક વખત જીરૂનાં ભાવમાં વધારો નોંધાયો છે. - જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે એક મણ જીરૂનો ભાવ રૂ.11,680 બોલાયો છે, છેલ્લાં પાંચ દિવસમાં 2 હજાર રૂપિયાથી વધારે ઉછાળો થયો છે.
- આ ઉપરાંત યાર્ડ ખાતે તલની આવક 1700 ક્વિન્ટલ થતાં યાર્ડ તલથી ઉભરાયું હતું.
- જ્યારે સોયાબીનની સરેરાશ આવક 1500 ક્વિન્ટલ થઈ હતી.
- ખેતરમાં વાવણી કર્યા બાદ જગતનાં તાત હવે જણસીઓની વહેંચણી કરી રહ્યા છે.
- આમ, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે જણસીની આવક સારી થતાં તેના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.