Junagadh News : તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે ગત 39 દિવસો દરમ્યાન ખેડૂતોએ કુલ રૂ.27 કરોડ 80 લાખની કેરીનું વેંચાણ કર્યું.

Mango
Junagadh News : તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે ગત 39 દિવસો દરમ્યાન ખેડૂતોએ કુલ રૂ.27 કરોડ 80 લાખની કેરીનું વેંચાણ કર્યું.
– તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ગઇકાલે કેરીનાં કુલ 36,200 બોક્સ આવતાં યાર્ડનું પટાંગણ ટૂંકું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
– આ બોક્સ પૈકી સારી ક્વોલિટીનાં કેરીનાં બોક્સનું વેંચાણ રૂ.650 નાં ભાવે અને નબળી ક્વોલિટીનાં બોક્સનું વેંચાણ રૂ. 220 થી રૂ.350 નાં ભાવે થયું હતું.
– મળતી માહિતી મુજબ, ગત વર્ષે કેરીની સીઝનનાં 51 દિવસો દરમ્યાન કુલ 5 લાખ 5 હજાર બોક્સ વેંચાણ અર્થે આવ્યા હતા.
– જ્યારે, ચાલુ વર્ષે કેરીની સીઝનનાં માત્ર 39 દિવસોમાં જ 5 લાખ 58 હજાર 367 બોક્સ વેંચાણ માટે આવ્યાં છે.
– આ 39 દિવસો દરમ્યાન ખેડૂતોને કેસર કેરીનાં કુલ રૂ.27 કરોડ 80 લાખની આવક થઈ છે.
– ગત વર્ષ કરતાં આ વર્ષે કેરીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, આગામી 20 દિવસ હજુ સીઝન ચાલે તેવી શક્યતાઓ જોવા મળે છે.
– આમ, આવનારા દિવસોમાં તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે દરરોજ કેરીની આવક 50 હજાર સુધી પહોંચે તેવી સંભાવનાઓ છે.