Junagadh News : જૂનાગઢ જિલ્લા પોલીસે છેલ્લા એક વર્ષ દરમિયાન રૂ.2.15 કરોડથી વધુ કિંમતના ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થો સાથે 30 શખ્સોની ધરપકડ કરી છે.
દર વર્ષે 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરોધી દિવસ ઉજવાય છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાને નશામુક્ત બનાવવા માટે જૂનાગઢ જિલ્લા પોલીસ ઉત્તમ કામગીરી કરી રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસે છેલ્લા એક વર્ષ દરમિયાન રૂ.2.15 કરોડથી વધુ કિંમતના ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થો સાથે 30 શખ્સોની ધરપકડ કરી છે.
વધુ માહિતી જણાવીએ તો; જૂનાગઢ જિલ્લા પોલીસે પકડી પાડેલ નશીલા દ્રવ્યોના જથ્થામાં કુલ રૂ.83,692.5/- કિંમતનો 8.36 કિગ્રા ગાંજો, કુલ રૂ.1,79,77,021.5/- કિંમતનો 119.84 કિગ્રા ચરસ, કુલ રૂ.34,71,300/- કિંમતનો 347.13 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, રૂ.15,100/- નું 3.020 ગ્રામ ઓપીએટ, 33,440/- કિંમતના 3.344 કિલોગ્રામ ગાંજાના છોડ જપ્ત કર્યા છે, જેના કુલ 14 ગુન્હા નોંધાયેલ છે.