Junagadh News : જિલ્લા કક્ષાની આઈ.ટી.ક્વિઝ સ્પર્ધામાં વિજેતા થયેલ માંગરોળની વિદ્યાર્થિની વ્હોરા તૈયબા અને જિલ્લાના 14 વિદ્યાર્થીભાઈઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે!

Junagadh News : જિલ્લા કક્ષાની આઈ.ટી.ક્વિઝ સ્પર્ધામાં વિજેતા થયેલ માંગરોળની વિદ્યાર્થિની વ્હોરા તૈયબા અને જિલ્લાના 14 વિદ્યાર્થીભાઈઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે!
  • બ્રહ્માનંદજી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ-2023 નું આયોજન કરવા આવ્યું.
  • જે ભારત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાયલ તથા ટાટા કન્સલ્ટન્સી, બેંગ્લોર દ્વારા સમગ્ર ભારતમાં યોજાઇ રહી છે.
  • વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં વિદ્યાર્થીઓ વધુને વધુ જાગૃત થાય તેવા હેતુથી આ ક્વિઝ રમાડવામાં આવે છે.
  • જેમાં જૂનાગઢ જિલ્લામાંથી 160 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 15 વિદ્યાર્થીઓ આગામી તા.15મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે.
  • આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ માંગરોળની સોપાન પ્રાથમિક શાળાની ધોરણ-8 ની વિધાર્થીની વ્હોરા તૈયબા ઓસમાણભાઈ જૂનાગઢ જિલ્લાની એકમાત્ર વિદ્યાર્થિની બહેન છે, જે આ સ્પર્ધા અન્વયે રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે જશે!
  • આ સાથે જૂનાગઢ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી આવતા 14 વિદ્યાર્થી ભાઈઓ પણ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે.
  • તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામના..