Junagadh News : જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની પૂર્વ તૈયારીઓનાં ભાગરૂપે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા 9 ટીમો અને ક્લાસ 1-2નાં 67 જેટલા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી.
– દર વર્ષે આગામી ચોમાસાને ધ્યાને લઇને ગુજરાત રાજ્યનાં પશુપાલન વિભાગ દ્વારા અલગ-અલગ કામગીરી હાથ ધરવામાં આવે છે.
– ત્યારે, જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે પણ જિલ્લા વહિવટી તંત્ર કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખનાં માર્ગદર્શન હેઠળ કામગીરી થશે.
– મળતી માહિતી મુજબ, આ કામગીરી કરવા માટે જિલ્લાનાં દરેક તાલુકામાં ક્લાસ 1-2નાં અધિકારીઓની કુલ 9 ટીમો બનાવી લાઈઝન ઓફીસરની નિમણુક કરવામાં આવી છે.
– આ ઉપરાંત પશુચિકિત્સક અધિકારી અને પેરાવેટ્સની ટીમો બનાવીને કુલ 67 જેટલા અધિકારીઓને તેમની ફરજ સોંપાઈ છે.
– નિમણૂક કરાયેલ અધિકારીઓ અને તેની ટીમ દ્વારા સંભવિત અતિવૃષ્ટિ અને વાવાઝોડાને લઈને પશુપાલકોને અવેર કરવામાં આવશે.
– વધુમાં, હાઈરિસ્ક ઉપર આવેલા પશુઓનો સર્વે, રોગચાળા સામે રસીકરણ તેમજ ગામડાઓમાં કેમ્પનું આયોજન કરવામાં આવશે.
– અતિવૃષ્ટિ અને પુર આવ્યાં સમયે પશુઓને યોગ્ય જગ્યાએ રાખવા, તેવું સુચન પશુપાલકોને આપવામાં આવ્યું છે.
– ઉપરોક્ત તમામ કામગીરી કરવા માટે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યાં છે.
– આમ, તંત્ર દ્વારા પશુપાલન ક્ષેત્રે આગામી ચોમાસાને લઈને કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.