Junagadh News : નૌકાદળના વડા એડમીરલ આર.હરિકુમાર અને એર મુખ્યમથકના મહાનિર્દેશક એર માર્શલ મકરંદ રાનડેએ વડોદરા કોન્કલેવમાં હાજરી આપી યુવાઓ સાથે ચર્ચા અને સંવાદ કર્યો.
- વડોદરા સ્થિત પારૂલ યુનિવર્સિટી ખાતે યોજાયેલ વડોદરા કોન્કલેવ અનેક મહાનુભાવો અતિથિ બનીને યુવા વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી જરૂરી માર્ગદર્શન આપતા હોય છે.
- એ જ દોરને યથાવત રાખવા 25માં અને વર્તમાન નૌકાદળના વડા એડમિરલ આર.હરિકુમાર અને એર મુખ્ય મથકના મહાનિર્દેશક એર માર્શલ મકરંદ રાનડે તાજેતરમાં જ કોન્ક્લેવમાં હાજર રહીને યુવાઓમાં આકર્ષણ બન્યા હતા.
- ઉપસ્થિત રહેલા આ મહાનુભાવોએ 16,000 કરતાં વધુ યુવાનો સાથે ચર્ચા અને સંવાદ કર્યો હતો.
- એડમિરલ આર.હરિકુમારે તેમના સંબોધન દરમિયાન સ્થિતિસ્થાપક બનવાના મહત્વ પર ભાર મૂકતા કહ્યું,”આ રચનાત્મક વર્ષોમાં, તમારે સપનાના મહત્વ અને સ્થિતિસ્થાપકતાની શક્તિને સમજવી પડશે.”
- ભારતીય વાયુસેનામાં તેમના અનુભવને પ્રતિબિંબિત કરતા એર માર્શલ મકરંદ રાનડેએ ટીમ વર્ક અને નેતૃત્વ વિશે વાત કરી હતી, તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે; “મહત્વના નિર્ણયો લેવાની હિંમત રાખવી એ નેતૃત્વનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.”
- આપણા સશસ્ત્ર દળોની આ પ્રતિષ્ઠિત હસ્તીઓએ બીજી I.I.M.U.N.ના મંચ પર યુવા મહત્વાકાંક્ષી વ્યક્તિઓને પ્રેરણાદાયી પાઠ અને સંદેશા આપ્યા.