Junagadh News : જૂનાગઢના 65 જેટલા સિનિયર સિટીઝનોએ ઝડપી ચાલની સ્પર્ધામાં ભાગ લઈને યુવાનો શરમાવે એવી ઉમદા સ્ફૂર્તિથી પ્રદર્શન કર્યું.
- જૂનાગઢ સિનિયર સિટીઝન્સ દ્વારા ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ભવનાથ તળેટી ખાતે ઝડપી ચાલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
- જેમાં ભાગ લેનાર તમામ વડીલોએ ઉત્સાહભેર ભાગ લઈને યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિ સાથે ઉત્તમ પ્રદર્શન દાખવ્યું હતું.
- ભવનાથ સ્થિત દિનદયાળ પર્વતારોહણ કેન્દ્ર ખાતેથી સવારે 7 વાગ્યે ઝડપી ચાલ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી.
- જેમાં 60 થી 85 વર્ષથી વધુ વયના સ્પર્ધકો માટે ત્રણ કેટેગરીમાં સ્પર્ધા યોજવામાં આવી હતી.
- અંદાજે બે કિલોમીટર સુધીની સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્પર્ધા પૂર્ણ કરી હતી.
- જ્યારે આ સ્પર્ધામાં ગોલ્ડ મેડાલિસ્ટ 85 વર્ષના ભાનુમતીબેન પટેલ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ વિજેતા બન્યા હતા તથા યુવાનોને વ્યસનમુક્ત બનવા અને તંદુરસ્તી જાળવવા માટે આવી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી હતી.