Junagadh News : જૂનાગઢ એસ.ટી.વર્કશોપમાં પાણી ઘુસી જતા અંદાજે 45 લાખનું નુકસાન; ઉપરાંત તણાયેલા 4500 ટાયરમાંથી હજુ 2800 જ રિકવર થયાં.
- જૂનાગઢમાં આવેલ જળપ્રલયથી મોતીબાગ ખાતે આવેલ એસ.ટી.વર્કશોપમાં પાણી ઘૂસ્યા હતા.
- પરિણામે મેદાનમાં રહેલા અને સ્ક્રેપ થઈ ગયેલા અંદાજે 4500 જેટલા એસટી બસના ટાયરો, ઓઇલના 90 જેટલા બેરલ, ડીઝલ ટેંક સહિતનો સ્ક્રેપનો સામાન તણાઈ ગયો હતો.
- જે એક કિલોમીટર દુર અક્ષરમંદિરના રોડ સુધી તણાઈ ગયો હતો, અમુક ટાયરો અને સ્ક્રેપનો સામાન કૃષિ યુનિવર્સીટીમાં તણાઈને પહોંચ્યો હતો.
- વરસાદ બંધ થતા જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, જામનગર અને અમરેલીની 11 ટીમો દ્વારા તણાયેલા માલ-સામાનને રીકવર કરવા કામગીરી શરુ કરવામાં આવી છે.
- જેના માટે ક્રેઇન અને બસની મદદ લઈને સ્ટાફ કામ કરી રહ્યો છે.
- આજ સુધીમાં તણાયેલા 4500 ટાયર પૈકી 2800 ટાયર અને 90 ઓઈલ બેરલ પૈકી 60 બેરલ રીકવર કરી લેવામાં આવ્યા છે.
- બાકીનો સામાન ટુંક સમયમાં રીકવર કરી લેવામાં આવશે.
- ખાસ કરીને જ્યારે પુર આવ્યું ત્યારે વર્કશોપની અને કોલોનીની તેમજ ડિવીઝનની દીવાલ ધરાશાયી થતા અંદાજે 45!લાખનું નુકશાન થયેલ છે.
- ડિવીઝન ઓફીસના ભોયરામાં પાણી ફરી વળતા તમામ સ્ટેશનરી સાહિત્ય પલળી ગયું છે, જેને સાઈ કરીને ઓફીસ પૂર્વવત કરવા માટે સ્ટાફ દ્વારા કામગીરી શરુ કરવામાં આવી છે.
- હાલ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલને લઈને એસટી વિભાગમાં મુસાફરોની સંખ્યામાં પણ ખાસ્સો ઘટાડો નોંધાયો છે.
- ઘેડ વિસ્તારમાં જ્યાં હજુ રસ્તાઓ બંધ તે રૂટની એસટી બસો બંધ છે. તે સિવાયના તમામ રૂટ ચાલુ છે.