Junagadh News: જૂનાગઢની પિતા-પુત્રીની જોડીએ વડાપ્રધાન મોદીના પેઇન્ટિંગ બનાવી ‘ઈનફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ બનાવ્યો
- વડોદરા ગ્રૂપના 34 કલાકારોએ વિવિઘ માધ્યમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોટ્રેટ બનાવી ઇન્ફલુસેન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
- જેમાં જૂનાગઢના બે કલાકારોમાં નિધિ નાગાણી અને હિતેન્દ્ર નાગાણી પિતા-પુત્રીનો પણ સમાવેશ થાય છે; જેઓ મૂળ ભેંસાણ તાલુકાના ચુડા ગામના વતની છે અને હાલ જૂનાગઢમાં રહે છે.
- ચિત્રકાર હિતેન્દ્ર નાગાણી અત્યાર સુધીમાં 6 ગ્રુપ એક્ઝીબિશન કરી ચૂક્યા છે; જેમાં 2 એક્ઝીબિશન વડોદરા શહેરમાં કરેલ છે.
- હજુ સુધી એવો વર્લ્ડ રેકોર્ડ નથી થયો, જેમાં 34 અલગ-અલગ માધ્યમમાં એક જ વ્યક્તિના 34 પોટ્રેટ બનાવાયા હોય.
- ત્યારે જુદાજુદા શહેરોના 34 કલાકારોએ આ ચેલેન્જ સ્વીકારીને A4 સાઈઝના પેપર/કેનવાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓઇલ કલર, ગ્લાસ પેઇન્ટિંગ, માઈક્રો પેન, એક્રેલિક ઓન કેનવાસ, એક્રેલિક ઓન પેપર, ઓઇલ પેસ્ટલ, ક્રેયોન, કોફી, પેન્સિલ વર્ક, વોટર પ્રૂફ ઇન્ક ઓન પેપર, મહેંદી ચારકોલ સહિત અન્ય વિવિઘ માધ્યમમાં પોટ્રેટ બનાવ્યા હતા.
- જેમાં જૂનાગઢના હિતેન્દ્ર નાગાણીએ ઓઇલ કલર અને નિધી નાગાણીએ ગ્લાસ પેઇન્ટિંગ કરીને આ ચેલેન્જમાં ભાગ લીધો હતો.
- કલાકારોને મેડલ્સ અને પ્રમાણપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ ગત તા.12 ઓગષ્ટના રોજ પી.એન.ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી ખાતે યોજાયો હતો, જેમાં કલાકારોએ બનાવેલ આર્ટ વર્કને કલારસિકોએ નિહાળ્યા હતા.