Junagadh News : જૂનાગઢ ITIમાં ઓગસ્ટ-2023 પ્રવેશસત્રમાં ખાલી રહેતી બેઠકો માટે 31 ઓગસ્ટ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

Junagadh News
Junagadh News: જૂનાગઢ ITIમાં ઓગસ્ટ-2023 પ્રવેશસત્રમાં ખાલી રહેતી બેઠકો માટે 31 ઓગસ્ટ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
  • રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જૂનાગઢ (ITI Junagadh) માં કેટલાક વ્યવસાયોમાં પ્રવેશસત્ર ઓગસ્ટ-2023 માં જૂજ બેઠકો ખાલી રહેલ છે.
  • આથી પ્રવેશ લેવા ઈચ્છુક ઉમેદવારોએ ITI સંસ્થા ખાતેથી તેમજ ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન નીચે આપેલ વેબસાઇટ ઉપરથી નવીન ફોર્મ ભરીને સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે સંસ્થા ખાતે રૂ.50/- રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહિત પરત જમા કરાવવાનું રહેશે.
  • પ્રવેશના ચોથા રાઉન્ડ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરી રજીસ્ટ્રેશન ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવવા તા.23 ઓગસ્ટ થી તા.31 ઓગસ્ટ સુધી કાર્યવાહી કરવાની રહેશે, તેમજ પ્રવેશ સત્ર 01 સપ્ટેમ્બરથી શરૂ થશે.
  • જે ઉમેદવારો એ અગાઉ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરેલ હોય અને કોઈ કારણસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તેવા ઉમેદવારોએ અલગથી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી.
  • તેઓએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ, રજીસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહિત સંબંધીત સંસ્થાને અરજી કરવાની રહેશે.
  • બેઠકો ભરવાની ચોથા રાઉન્ડ કાર્યવાહી સરકારી ઐાદ્યોગિક તાલીમ તાલીમ સંસ્થા જૂનાગઢ ખાતે કરવામાં આવનાર છે.
  • જેનો ઈચ્છુક ઉમેદવારોએ લાભ લેવા જૂનાગઢ આઈટીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે.