તા.27મી મે, 5:00PM સુધીમાં ગુજરાત સહિત ભારતમાં કોરોના નવા નોંધાયેલા કેસનો આંકડો આટલો થયો…

કોરોના

સમગ્ર દેશમાં વ્યાપી ગયેલો કોરોના વાઇરસ ભારત અને ગુજરાતમાં પણ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. જો કે તેની સામે રિકવર થતા લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો દેખાઈ રહ્યો છે. અહીં રાજ્યના જિલ્લાઓ સહિત ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ જણાવ્યા છે. જેની માહિતી મેળવીએ.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

 • તારીખ: 27મી મે, 2020
 • સમય: સવારે 8:00 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,51,767 (નવા 6,387 કેસ ઉમેરાયા)
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 83,004 (નવા 2,282 એક્ટિવ કેસ થયા)
 • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 64,426 (વધુ 3,935 દર્દીઓ રિકવર થયા.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 4,337 (વધુ 170 દર્દીઓનું મૃત્યુ થયું.)

કોરોના

ભારત બાદ હવે ગુજરાતના કોરોનાના કેસ પર એક નજર કરીએ. ગુજરાતમાં હાલ કોરોના પોઝીટીવ કેસનો આંકડો 15,000 ને વટી ચુક્યો છે. આજ તા.27મી મેના રોજ ગુજરાતમાં ફરી નવા 350થી વધુ કેસ આવ્યા છે, તો સામે 400થી વધુ લોકો કોરોનાને મ્હાત આપીને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચ્યા છે. આ સાથે જ અહીં રાજ્યમાં કોરોના સંબંધિત બીજા આંકડાઓ પણ દર્શાવેલ છે.

કોરોના

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

 • તારીખ: 27મી મે, 2020
 • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 15,205 (નવા 376 કેસ નોંધાયા)
 • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,720
 • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 7,547 (વધુ 410 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 938 (વધુ 23 લોકોના મૃત્યુ થયા.)

ગુજરાત અને ભારતના કોરોનાના આંકડા જાણ્યા બાદ હવે આપણા જૂનાગઢ જિલ્લાના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર કરીએ. આજ તા.27મી મેના રોજ જૂનાગઢના ભેસાણ તાલુકાના રાણપુર ખાતેથી કોરોના પોઝીટીવ આવેલ 2 મહિલા અને માંગરોળના જરીયાવાડા ખાતેથી પોઝીટીવ આવેલ એક મહિલા એમ કુલ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ બીજા આંકડાઓ નીચે મુજબ છે.

કોરોના

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:-

 • તારીખ: 27મી મે, 2020
 • સમય: 5:00 PM
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 26
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 14
 • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 12
 • મૃત્યુઆંક: 0

Also Read : Aapdo Avaaj – Devendra P. Ram