Junagadh news : જૂનાગઢ શહેરમાં જે તે સંસ્થાઓએ ગેરકાયદેસર રીતે લગાવેલાં પ્રચાર-પ્રસારનાં માધ્યમો માટે તેનાં ભાડા ઉપરાંતનો દંડ ભોગવવો પડશે.
– જૂનાગઢ શહેરમાં અનેક જગ્યાઓ પર પ્રચાર-પ્રસાર માટે વિવિધ સંસ્થાઓ દ્વારા હોર્ડીંગ્સ લગાડવામાં આવે છે.
– આ ગેરકાયદેસર અથવા તો મંજૂરી મેળવ્યાં વગર લગાવેલા હોર્ડીંગ્સ કે પોસ્ટર શહેરની શોભા બગાડે છે.
– આ જ રીતે જૂનાગઢ શહેરમાં લગાડવામાં આવતાં સ્ટીકર, પોસ્ટર, સાઇનબોર્ડ, કિયોસ્ક પોલ અને હોર્ડીંગ્સ માટે મ.ન.પા. દ્વારા જે તે સંસ્થા પાસેથી તેનું ભાડું ઉપરાંત દંડની વસુલાત કરાશે.
– સ્થાયી સમિતિનાં ઠરાવ મુજબ, મંજૂરી લીધાં વગર લગાવેલાં સ્ટીકર, પોસ્ટર, ધજા-પતાકા, પુઠા, બોર્ડ, સોડિયમ પોલ માટે ભાડા ઉપરાંત પ્રથમ વખત દંડ પેટે રૂ.200 અને બીજી વખત રૂ.500 ની વસુલાત કરવામાં આવશે.
– આ ઉપરાંત મ.ન.પા. માલિકી, સરકારી કે અર્ધ સરકારીની દીવાલો ઉપર લગાવેલાં સાઇન બોર્ડ અને હોર્ડીંગ્સ માટે ભાડા ઉપરાંત પ્રથમ વખત રૂ.5000 અને બીજી વખત રૂ.10,000 દંડ પેટે વસૂલવામાં આવશે.
– આગામી દિવસોમાં આ કાર્યવાહી માટે શહેરમાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.