Junagadh News : ગીતા પરિવાર દ્વારા આગમી 5 જાન્યુઆરીથી ગીતાજીના વર્ગો શરૂ થશે; લોકો રજીસ્ટ્રેશન કરાવી ગીતાજીના શ્લોકોની નિઃશુલ્ક તાલીમ મેળવી શકશે.
- મહાભારતના યુદ્ધ સમયે કુરૂક્ષેત્રના મેદાનમાં અસમંજસમાં પડેલા અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના મુખેથી ગીતા ઉપદેશ આપ્યો હતો; એ જ સમયથી આજદિન સુધી ગીતાજીનાં શ્લોકો દરેક સમયે, દરેક સ્થળે દરેક ધર્મનાં લોકોને જ્ઞાન પૂરૂં પાડી રહ્યા છે.
- ગીતાજીના શ્લોકો સરસ અને શુદ્ધ રીતે બોલી શકવું હોય તો શું કરવું જોઇએ તેવો સવાલ લોકોમાં ઉઠતો હોય છે.
- જેના નિવારણ માટે “ગીતા પરિવાર’ દ્વારા ચાર ચરણમાં ઓનલાઇન વર્ગો ચલાવાય છે.
- જેમાં સોમવાર થી શુક્રવાર દરરોજના 40 મિનિટનો વર્ગ હોય છે, જેમાં સમય અને ભાષા સાધક નક્કી કરી શકે છે.
- કારણ કે, 13 ભાષા હોય છે અને સમય સવારે 5 થી રાત્રિનાં 2 વાગ્યા સુધીનો હોય ત્યાં સુધી આ વર્ગો ચાલે છે.
- રામજન્મ ભૂમિ ન્યાસના કોષાધ્યક્ષ ગોવિંદગિરીજી મહારાજ દ્વારા 1986માં ગીતા પરિવારની સ્થાપના થઇ હતી, જેનું મુખ્ય મથક સંગમનેર- મહારાષ્ટ્રમાં છે.
- કોરોના કાળમાં પણ આ વર્ગોએ અનેક લોકોને માનસિક અને નૈતિક બળ પૂરૂં પાડ્યું હતું; આ વર્ગનાં સાધકો ભારત અને વિદેશમાં પણ છે.
- આ વર્ગના પ્રથમ ચરણમાં અધ્યાય 12 અને 15 નાં શ્લોકોનું શુદ્ધ ભાષામાં ઉચ્ચારણ કરતા શીખવાડાશે.
- આગામી 5 જાન્યુઆરીથી નવા વર્ગની શરૂઆત થઈ રહી છેે, તો આ વર્ગમાં જોડાવવા નીચે આપેલ લિન્ક પર ફ્રી રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
- રજીસ્ટ્રેશન માટે સંપર્ક: https://reg.learngeeta.com/