Junagadh News : સક્કરબાગ ઝૂમાં સિંહણના બદલામાં વિશાખાપટ્ટનમથી બે જંગલી શ્વાન(ધોલ) લાવવામાં આવ્યા!
- એનિમલ એક્સ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ઝૂએ એશિયાટિક માદા સિંહ (ઉં.વ.2.5) ના બદલામાં વિશાખાપટ્ટનમના ઇન્દિરા ગાંધી ઝૂમાંથી ભારતીય જંગલી શ્વાનની જોડી લાવવામાં આવી છે.
- ભારતીય જંગલી શ્વાનને ગુજરાતમાં ધોલ તરીકે ઓળખવામાં આવે છે; સક્કરબાગ ખાતે લાવવામાં આવેલ આ પ્રાણીમાં એક નર અને એક માદાનો સમાવેશ થાય છે, જેની ઉંમર બે વર્ષની છે.
- કોઈપણ નવા પ્રાણી સક્કરબાગ ઝૂમાં આવે એટલે તેને થોડા દિવસ માટે એન્ક્લોઝરમાં દેખરેખ હેઠળ રાખવામાં આવે છે.
- જંગલી શ્વાનની અગાઉ પણ ત્રણ જોડી લાવવામાં આવી હતી, ત્યારે હવે ફરીથી એક જોડી જંગલી શ્વાનના બદલે ગીરની સિંહણ મોકલવામાં આવી છે.