Junagadh News : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ફર્ટીલાઇઝર ડીલર્સ કોર્ષની 25 મી બેચનો પ્રારંભ કરવામાં આવ્યો.
– જૂનાગઢ ખાતે આવેલ કૃષિ યુનિવર્સિટીમાં વિવિધ પ્રકારની કૃષિ પ્રવૃત્તિઓ થતી હોય છે.
– ત્યારે, હવે સર્ટીફિકેટ કોર્ષ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઇઝર ડીલર્સ કોર્ષની 25મી બેચ શરૂ કરવામાં આવી છે.
– જે અંતર્ગત તાલીમાર્થીઓને પોષક તત્વોના વ્યવસ્થાપન, તેની વૈજ્ઞાનિક પધ્ધતિ, લીકવીડ ફર્ટીલાઇઝર, બાયો ફર્ટીલાઇઝર અને નેનો ફર્ટીલાઇઝર અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
– આ ઉપરાંત વૈજ્ઞાનિકો દ્વારા ફર્ટીલાઇઝર મુજબ રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ અંગે પણ તાલીમાર્થીઓને પરિચિત કરાવવામાં આવશે.
– તાલીમ દરમ્યાન ખેડૂતો માટે રહેવાની સુવિધા કરી આપવામાં આવી છે.
– આ કોર્સનો મુખ્ય હેતુ ફર્ટીલાઇઝર ડીલરોના જ્ઞાનમાં ચોકકસ વધારો કરવા અને ખેડૂતોના ખેતર સુધી પહોચાડવા માટેનો છે.
– આ તકે સમગ્ર કૃષિ યુનિવર્સિટી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Also Read : Health benefits of fruits that feel cool in heat