Junagadh News : જૂનાગઢમાં જિલ્લા કક્ષાની બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે; 30 ડિસેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.

Junagadh News
Junagadh News : જૂનાગઢમાં જિલ્લા કક્ષાની બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે; 30 ડિસેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.
  • રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જૂનાગઢ દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.
  • આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા 7 થી 13 વર્ષના બાળકો જૂનાગઢ જિલ્લાની શાળા/સંસ્થા મારફત રજીસ્ટ્રેશન કરાવી શકશે.
  • રજુઆતનો સમય ઓછામાં ઓછો 30 મિનિટ અને વધુમાં વધુ 45 મિનિટનો રહેશે.
  • બાળ નાટકમાં ભાગ લેનાર બાળકો તરીકે વધુમાં વધુ 15 અને 8 સહાયકો લાવી શકશે.
  • બાળ નૃત્ય નાટિકામાં વધુમાં વધુ 25 પાત્રો અને 8 સહાયકોને લાવી શકશે; એકની એક વ્યક્તિ 2-3 જુદા-જુદા પાત્રમાં ભાગ લઇ શકશે.
  • આ સ્પર્ધાનું નિયત નમુનાનું ફોર્મ ભરીને આગામી તા.31 ડિસેમ્બર બપોરે 12 વાગ્યા સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન નીચેના સરનામે જમા કરાવવાનું રહેશે.
  • આ નિયત ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી અથવા ફેસબુક આઈ.ડી. Dydo Junagadhcity પરથી મળી શકશે.
  • ફોર્મ જમા કરાવવાનું સ્થળ: જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, 1/1 બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ-362001
  • વધુ માહિતી માટે સંપર્ક: 0285-2630490