Junagadh News : જૂનાગઢ જિલ્લાનાં લોકોની સલામતી અને ટ્રાફિકનું નિયમન કરવા જાહેર રસ્તા

Junagadh News
Junagadh News : જૂનાગઢ જિલ્લાનાં લોકોની સલામતી અને ટ્રાફિકનું નિયમન કરવા જાહેર રસ્તા ઉપર ઘાસચારો નાખવા-વેચવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો.
– શહેરમાં જ્યાં-ત્યાં રસ્તાઓ પર ઘાસચારો નાખવાથી ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે.
– આ ઉપરાંત ઘણી વખત રસ્તાઓ પર ચાલતાં માણસોને ઢોર નુકસાન પહોંચાડે છે.
– ત્યારે, જૂનાગઢ જિલ્લામાં લોકોની સલામતી અને ટ્રાફિકનું નિયમન કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
– તે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં જાહેર રસ્તાઓ પર ઘાસચારો નાખવા કે વેંચવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
– આ ઉપરાંત માલિકોને પોતાનાં ઢોરને જાહેર રસ્તા ઉપર છોડી મૂકવા કે રખડતા ભટકતા રાખવા ઉપર પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.
– આ જાહેરનામું તાત્કાલિક અસરથી આગામી તા.15 જુલાઈ, 2023 સુધી અમલમાં રહેશે.
– જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 મુજબ દંડને પાત્ર ગણાશે.