Junagadh News : જૂનાગઢમાં સૌપ્રથમવાર 49મી ક્યુટીકોન ગુજરાત 2023 નું સફળ આયોજન થયું; 600 થી વધુ ડર્મેટોલોજીસ્ટએ ભાગ લીધો.

Junagadh News : જૂનાગઢમાં સૌપ્રથમવાર 49મી ક્યુટીકોન ગુજરાત 2023 નું સફળ આયોજન થયું; 600 થી વધુ ડર્મેટોલોજીસ્ટએ ભાગ લીધો.
  • જૂનાગઢ ખાતે આવેલ ધ ફર્ન લિયો રિસોર્ટમાં 49મી ક્યુટીકોન ગુજરાત 2023 યોજાય હતી; જેના મુખ્ય આયોજકના સચિવ જૂનાગઢના જાણીતા ડર્મેટોલોજીસ્ટ ડો.પિયુષ બોરખતરીયા હતા; જે IADVL GSB (ડર્મેટોલોજીસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત) ના સેક્રેટરી છે.
  • આ કોન્ફરન્સના પ્રથમ દિવસે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું; જેમાં અલગ અલગ વિષય જેવા કે રિંકલ્સ (કરચલી) માટે બોટ્યુલિનમ ટોક્સિન, એન્ટી એજિંગ માટે ફિલર, થ્રેડ્સ એટલે કે સ્કિન લીફ્ટિંગ અને એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ સાથે લેસર લાઈવ ડેમોસ્ટ્રેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે; જેમાં પહેલા દિવસે જ 600 ડર્મોટોલોજિસ્ટએ ભાગ લીધો હતો.
  • કોન્ફરન્સના પ્રથમ દિવસની સી.એમ.ઇને ડો.ડી.પી.ચીખલીયા સાહેબએ જી. એમ.સી. ઓબઝરવર અને મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો
  • આ કોન્ફરન્સમાં ભારતભરના જાણીતા ડર્મેટોલોજીસ્ટએ સંગઠિત થઈને પોતાના જ્ઞાન અને અનુભવનું આદાન-પ્રદાન કર્યું હતું.
  • બીજા દિવસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા તથા ડૉ.નિતીન વોરા અને અતિથ વિશેષ તરીકે ડો.ડી.પી. ચીખલીયા સાહેબ અને DySP હિતેશ ધાંધલીયા અન્ય મહેમાનો દિપ પ્રાગટ્ય કરી ખુલી મુકી હતી.
  • આ પ્રસંગએ જૂનાગઢ ડર્મોટોલોજી એસોસિએશનના અને કાર્યક્રમના પ્રેસિડેન્ટ ડૉ.પ્રિયંકા સુથારીયા, ઓર્ગેનાઈઝીગ ચેરમેન ડૉ.ખારોડ‌ સાહેબ, ડૉ.પિયુષ બોરખતરીયા (સેક્રેટરી), ડૉ.જનક પટેલ, ડૉ.હેમેન્દ્ર સોલંકી, ડૉ.જીજ્ઞા શાહ, ડૉ.શ્યામ માકડિયા, ડૉ.પુજા ટાંક, ડૉ.જયદીપ ટાંક, ડૉ.અરવિંદર કૌર, ડૉ.કેયુર ચોવટીયા, ડૉ.અક્ષય અંબાસણા જે બધાએ સાથે મળીને કોન્ફરન્સને સફળ બનાવવી હતી.
  • ક્યુટિકોનના સાત મહત્વના મુદ્દાઓ જેવા કે ચામડીના દર્દો, વાળના રોગો, ડર્મેટોસર્જરી, લેશર અને અન્ય મશીનથી થતી સારવાર, બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે ચામડીની સારવાર, આ બધા વિશે 209 થી વધુ લેક્ચર, 100 વધુ સેસન, 150 થી વધુ ફેકલ્ટી દ્વારા માહિતી આપવામાં આવી હતી.
  • 750 વધુ રજીસ્ટ્રેશન થયું હતું એ લોકો પરીવાર સાથે હાજર રહ્યા હતા; આ લોકો મનોરંજક માટે ધણા કલાકારો બોલાવામાં આવ્યા હતા અને તેમને દેશી અને વિદેશી ભોજન પીરસવામાં આવ્યું હતું.
  • વર્કશોપ અને કોન્ફરન્સની સાથેસાથે ટ્રેડ ફેર પણ યોજાયો હતો, જેમા 70થી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો.
  • આ કાર્યક્રમમાં 250 થી વધુ દર્દીઓને લાખો રૂપિયાના ખર્ચે થતી સારવાર વિનામૂલ્યે આપવામાં આવી હતી.