Junagadh News : જૂનાગઢ જિલ્લાની ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ સ્થળેથી શૈક્ષણિક સાહિત્ય ખરીદવા અંગે ફરજ પાડવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો.

Junagadh News
Junagadh News : જૂનાગઢ જિલ્લાની ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ સ્થળેથી શૈક્ષણિક સાહિત્ય ખરીદવા અંગે ફરજ પાડવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો.
.
– નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થવામાં થોડા જ દિવસો બાકી હોવાથી, શાળાઓ દ્વારા શૈક્ષણિક સાહિત્ય ખરીદવા અંગે વાલીઓને અનુરોધ કરવામાં આવે છે.
– ત્યારે, ઘણી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ જગ્યાએથી વસ્તુઓ ખરીદવા ફરજ પાડવામાં આવે છે.
– આ ઉપરાંત શાળા સંચાલકો દ્વારા શાળા વાહનમાં અવરજવર કરવા કે શાળા સંચાલિત હોસ્ટેલમાં રહેવાની સલાહ પણ આપવામાં આવે છે.
– આ નિયમને લીધે વિદ્યાર્થીઓ ઉંચા ભાવે શૈક્ષણિક સાહિત્યની ખરીદી કરે છે.
– ત્યારે, જૂનાગઢ શહેરમાં આ પ્રવૃત્તિ વધુ પ્રમાણમાં થતી હોવાથી, લોકોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન પાઠવ્યું હતું.
– આ પ્રવૃત્તિને રોકવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ સ્થળેથી શૈક્ષણિક સાહિત્ય ખરીદવા અંગે ફરજ પાડવા પ્રતિબંધ મુકાયો છે.
– મળતી માહિતી મુજબ, આ જોગવાઈનું ઉલ્લંઘન કરનાર શાળા સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.