Junagadh News : એસ.ટી.નિગમ દ્વારા થયેલ 25% ભાડા વધારાથી જૂનાગઢ ડિવિઝનને દૈનિક 35 લાખને બદલે હવે આશરે 43.75 લાખ જેવી આવક થશે!

Junagadh News
Junagadh News : એસ.ટી.નિગમ દ્વારા થયેલ 25% ભાડા વધારાથી જૂનાગઢ ડિવિઝનને દૈનિક 35 લાખને બદલે હવે આશરે 43.75 લાખ જેવી આવક થશે!
  • જૂનાગઢ એસ.ટી.ડિવિઝન હેઠળના 9 ડેપોમાંથી દૈનિક મુસાફરી કરતાં 1.25 લાખ જેટલા મુસાફરો ઉપર ભાડા વધારાની અસર જોવા મળશે, બીજી બાજુ એસ.ટી.નિગમની આવકમાં અંદાજે 9 લાખનો વધારો થશે.
  • ભાડા વધારા ઉપર નજર કરીએ તો, એસ.ટી.નિગમ દ્વારા પ્રતિ કિમીએ લોકલ બસમાં 16 પૈસા અને એક્સપ્રેસ બસમાં 17 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
  • જો જૂનાગઢથી વિવિધ સ્થળોની વાત કરીએ તો; જૂનાગઢથી રાજકોટ જનાર મુસાફરોને અગાઉ રૂ.99 ને બદલે હવે રૂ.121 ભાડું, જ્યારે ઈલે.એસી બસમાં અગાઉ રૂ.155 ના બદલે હવે રૂ.192 ભાડું ચૂકવવું પડશે.
  • એવી જ રીતે અમદાવાદ જવા માટે અગાઉ રૂ.189 ને બદલે હવે રૂ.233 ભાડું, જ્યારે વડોદરા જવા માટે અગાઉ રૂ.230 ના બદલે હવે રૂ.282 ભાડું ચૂકવવું પડશે.
  • જૂનાગઢથી સુરત જવા માટે એક્સપ્રેસનું રૂ.327 ના બદલે રૂ.398 અને સ્લીપર માટે રૂ.407 ના બદલે હવે રૂ.478 ભાડું ચૂકવવું પડશે! ભાવનગર જવા માટે રૂ.139 ના બદલે હવે રૂ.173 ભાડું જ્યારે ઉના જવા માટે રૂ.130 બદલે રૂ.163 ભાડું ચૂકવવું પડશે!
  • જૂનાગઢ એસ.ટી.ડિવિઝન હેઠળ આવતા 9 ડેપો જેમકે; જૂનાગઢ, વેરાવળ, ઉપલેટા, પોરબંદર, માંગરોળ, કેશોદ, જેતપુર, ધોરાજી અને બાંટવા ડેપોમાં અંદાજે દૈનિક 1.25 લાખ મુસાફરી કરે છે, જેના થકી અગાઉ એસ.ટી.ડિવિઝનને દૈનિક 35 લાખ જેટલી આવક થતી.
  • હવે ભાડામાં 25% વધારો થતાં એસ.ટી.ડિવિઝનને દૈનિક આશરે 43.75 લાખ જેવી આવક થવાનો અંદાજ છે!