Junagadh News: જૂનાગઢના રાહુલ રાઠોડ લોકપ્રિય શો KBC માં આગામી તા.16 થી 19 ઑક્ટોબર દરમિયાન સતત બીજી સિઝનમાં જોવા મળશે.

Junagadh News

Junagadh News: જૂનાગઢના રાહુલ રાઠોડ લોકપ્રિય શો KBC માં આગામી તા.16 થી 19 ઑક્ટોબર દરમિયાન સતત બીજી સિઝનમાં જોવા મળશે.

  • રાહુલ KBC ની ગત સિઝનમાં પણ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં પસંદગી પામ્યા હતા અને વર્તમાન પંદરમી સિઝનમાં પણ ફરીથી પસંદગી પામ્યા છે.
  • જે ખાસ એટલા માટે છે કે, કોઈ કંટેસ્ટન્ટ KBC માં બેક ટુ બેક બીજી સિઝનમાં પણ સિલેક્ટ થયાં હોય તેવી આ પ્રથમ કહી શકાય એવી ઘટના છે.
  • જો કે હોટ સીટ સુધી પહોંચવામાં થોડેથી ચૂકી ગયેલા રાહુલ બિગ બી સાથેની ઘણી યાદગાર પળો અને ફરી હોટ સીટ સુધી પહોંચવાના સંકલ્પ સાથે પાછા ફર્યા છે.
  • આ દરમિયાન તેમણે બિગ બીને જૂનાગઢના ગિરનાર અને ભવનાથને સમાવતી તસવીર ભેટ આપતી વખતે ‘ખુશ્બૂ ગુજરાત કી’ કેમ્પેઇન સમયની યાદો વાગોળી ફરીથી જૂનાગઢ આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.
  • આ સાથે નવરાત્રીની શાનદાર ઉજવણી તેમજ તેમના આદર્શ અને સુપ્રસિદ્ધ ગાયિકા એવા શ્રેયા ઘોષાલ સાથેની વાતચીત તેમના માટે ખાસ બની રહી હતી.