Junagadh News : એકલવ્ય પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી સોહમ મશરૂ; જૂનાગઢનો પહેલો એવો વિદ્યાર્થી બન્યો, જેણે NEETની પરીક્ષા અંતર્ગત 720 માંથી 705 માર્કસ મેળવ્યા છે!

Junagadh News
Junagadh News : એકલવ્ય પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી સોહમ મશરૂ; જૂનાગઢનો પહેલો એવો વિદ્યાર્થી બન્યો, જેણે NEETની પરીક્ષા અંતર્ગત 720 માંથી 705 માર્કસ મેળવ્યા છે!
  • નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગત તા.13 જૂન મંગળવારના રોજ નીટ-યુજી નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
  • NTA દ્વારા ગત તા.7 મે ના રોજ દેશના 499 સેન્ટર પર કુલ 13 ભાષામાં પરીક્ષા લેવામાં આવી હતી.
  • આ પરીક્ષા આપવા માટે દેશમાંથી કુલ 20,87,462 વિદ્યાર્થી નોંધાયા હતા.
  • જાહેર થયેલ આ પરિણામમાં સમગ્ર ભારતના કુલ 11,45,976 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે, જેમાં જૂનાગઢની એકલવ્ય પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતાં સોહમ મશરૂએ 720 માંથી 705 માર્કસ મેળવીને નેશનલ લેવલે 142મો રેન્ક મેળવ્યો છે.
  • આમ, જૂનાગઢના ઇતિહાસમાં સોહમ મશરૂ જૂનાગઢનો પહેલો એવો વિદ્યાર્થી બન્યો છે; જેણે NEETની પરીક્ષા અંતર્ગત 720 માંથી 705 માર્કસ મેળવ્યા છે.