Junagadh News : વાઘેશ્વરી માતાજીના મંદિરે આસો નવરાત્રિની પરંપરાગત રીતે ઉજવણી થશે; આઠમના દિવસે યજ્ઞનું આયોજન થશે.

Junagadh News : વાઘેશ્વરી માતાજીના મંદિરે આસો નવરાત્રિની પરંપરાગત રીતે ઉજવણી થશે; આઠમના દિવસે યજ્ઞનું આયોજન થશે.
  • વર્ષો જૂની પરંપરા અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વાઘેશ્વરી માતાજી મંદિરમાં આસો નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થશે.
  • શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે આગામી તા.15 થી 23 ઓકટોબર નવરાત્રી દરમિયાન મંદિરનો સમય સવારે 5 વાગ્યા થી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે; બપોરે 1 થી 3:30 મંદિર બંધ રહેશે.
  • જે દરમિયાન મંગળા આરતી સવારે 6:15 વાગ્યે, શૃંગાર આરતી સવારે 8:15 વાગ્યે તથા શયન આરતી સાંજે 7:15 કલાકે થશે.
  • આગામી તા.22 ઓક્ટોબરના રોજ આઠમનો યજ્ઞ યોજવામાં આવશે; જેમાં સાંજે 5 વાગ્યે બિડા હોમ થશે.
  • એવીજ રીતે ઉપલા વાઘેશ્વરી માતાજી મંદિરે પણ સવારે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે.
  • જ્યાં મંગળા આરતી સવારે 6:45 વાગ્યે, શૃંગાર આરતી 8:45 વાગ્યે અને સાયં આરતી સાંજે 6:45 વાગ્યે કરવામાં આવશે.
  • ઉપલા વાઘેશ્વરી મંદિરે પણ આઠમનો યજ્ઞ યોજાશે; જ્યાં બપોરે 12:30 કલાકે બીડું હોમવામાં આવશે.

Also Read : હેલ્થ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે, જૂનાગઢ ગુજરાત રાજ્યનો પ્રથમ જિલ્લો