Junagadh News : સ્વચ્છતા સર્વેક્ષણમાં જૂનાગઢ દેશમાં 118માં ક્રમે આવ્યું; જ્યારે રાજ્યમાં 8માં ક્રમે આવ્યું!
- કેન્દ્ર સરકાર દ્વારા લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય તે માટે દર વર્ષે દેશના વિવિધ શહેરોમાં સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવે છે; જેમાં અધિકારીઓ દ્વારા શહેરની સફાઇની સ્થિતિનું નિરીક્ષણ કરી લોકોના મત લેવામાં આવે છે.
- આ ઉપરાંત કચરાના નિકાલની તેમજ પ્રોસેસ અંગેની બાબતોની પણ નોંધ લેવામાં આવે છે.
- ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિવર્ષ સ્વચ્છતા સર્વેક્ષણ રેન્ક જાહેર કરવામાં આવે છે; ત્યારે ગત વર્ષ 2023 ને લઈને સ્વચ્છતા સર્વેક્ષણ રેન્ક જાહેર કરવામાં આવ્યો છે.
- જેમાં 1 થી 10 લાખની વસ્તી ધરાવતા કુલ 446 શહેરોની યાદીમાં આપણું જૂનાગઢ શહેર દેશમાં 118માં ક્રમે અને રાજ્યમાં 8માં ક્રમે આવેલ છે.
- આ અગાઉના વર્ષે 383 સ્વચ્છ શહેરની યાદીમાં આપણું જૂનાગઢ શહેર દેશમાં 100માં ક્રમે અને રાજ્યમાં 8માં ક્રમે આવ્યું હતું.
- વધુ વિગતો પર નજર કરીએ તો; જૂનાગઢનો સ્વચ્છતા સર્વે હાલમાં 5712.30 સ્કોર રહ્યો છે, જેમાં ડોર ટુ ડોર કચરા કલેકશનને 98%, રહેણાંક વિસ્તારમાં સફાઇને 73% બજાર સફાઇમાં 73%, જાહેર શૌચાલયોમાં સફાઇમાં 7% મળ્યા હતા.
- કચરા નિકાલની પ્રક્રિયામાં નબળી હોવાથી 55% પ્રાપ્ત થયા છે, આથી એવું કહી શકાય કે; સફાઈમાં સુધારો થયો છે, પરંતુ કચરાના નિકાલની કામગીરીમાં સ્કોર નબળો નોંધાતા જૂનાગઢ શહેર પાછળ ધકેલાયું છે!
- પ્રજાસતાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં યોજાવાની છે; ત્યારે હાલ સફાઇ અભિયાન ચાલી રહ્યું છે જેમાં રોજ દરેક વોર્ડમાંથી ટનબધ્ધ કચરો નીકળતો હોવાનું મનપા ખુદ જાહેર કરી રહી છે.