Junagadh News : જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ભાઇઓ માટે 20 ડિસેમ્બરથી પાર્લર/સલુન અને ફોટોગ્રાફી/વિડિયોગ્રાફીની નિઃશુલ્ક તાલીમ યોજાશે.
- જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ભાઇઓ માટે તા.20 ડિસેમ્બરથી 30 દિવસની પાર્લર/સલૂન અને ફોટોગ્રાફી/વિડીયોગ્રાફીની નિઃશુલ્ક તાલીમનું આયોજન જૂનાગઢ એસબીઆઇ આરસેટી ખાતે કરવામાં આવ્યું છે.
- આ તાલીમમાં 18 થી 45 વર્ષના ભાઇઓ ભાગ લઇ શકશે.
- જેમને નિઃશુલ્ક તાલીમ સાથે નિઃશુલ્ક રહેવા-જમવાની સુવિધા આપવામાં આવશે; તાલીમ દરમિયાન આ સંસ્થામાં રોકાવું ફરજિયાત છે.
- આ તાલીમમાં જોડાવવા માટે તાલીમ નંબર 9904646466 ઉપર સોમવાર થી શનિવાર સવારે 10 થી 05 વાગ્યા સુધીમાં સંપર્ક સાધી શકાશે.
- આ પાર્લર/સલૂનની તાલીમમાં હેર કટીંગ, હેર કલર, મસાજ, મેકઅપ, ફેશિયલ, મેનીક્યોર, પેડિક્યોર વગેરે જેવી વિવિધ વસ્તુઓની તેમજ ફોટોગ્રાફી/વિડીયોગ્રાફીની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે.
- જેના માટે જરૂરી ડોક્યુમેન્ટમાં પાસપોર્ટ સાઇઝના 3 ફોટો, આધારકાર્ડ, રેશનકાર્ડ, માર્કશીટ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્કની પાસબુકની નકલ સહિતના ડોક્યુમેન્ટ ઓરીજનલ અને ઝેરોક્ષ સાથે લાવવાના રહેશે.
- આ તાલીમ દરમિયાન ભારત સરકાર માન્ય એનએસક્યુએફ સર્ટીફિકેટ અને સબસિડીવાળી લોનનો લાભ આપવામાં મદદ કરવામાં આવશે.