Junagadh News : ગિરનારને કાયમી સ્વચ્છ રાખવાની નેમ સાથે અંબાજી થી દત્તાત્રેય સુધી 3600 પગથિયા માટે 6 સફાઈકર્મી અને એક સુપરવાઈઝરની નિમણૂક કરવામાં આવી.
- ગરવા ગિરનારને કાયમી સ્વચ્છ રાખવાની તંત્રની નેમ છે, ત્યારે આ માટે પ્રથમ તબક્કામાં અંબાજી થી દત્તાત્રેય સુધીના 3600 પગથિયા માટે 6 સફાઈકર્મી એટલે કે, 600 પગથિયા માટે એક સફાઈ કામદારને જવાબદારી સોંપવામાં આવી છે.
- ઉપરાંત સફાઈની નિયમિત દેખરેખ માટે એક સુપરવાઈઝર પણ રહેશે.
- અંબાજી થી દત્તાત્રેય સુધીના વિસ્તારમાં આઠેક દિવસ પૂર્વે સફાઈ કામગીરીનું પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
- આમ, આ સ્થળોએ કાયમી સફાઈ જળવાઈ રહે તે માટે એક ખાનગી એજન્સીની ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિમણૂક કરવામાં આવી છે, આ ખાનગી એજન્સીને વાર્ષિક ધોરણે સફાઈની કામગીરી સોંપવામાં આવી છે.
- ગ્રીન ગ્લોબ સોલ્યુશન્સને ગિરનાર પર્વતના પહાડી વિસ્તારની સફાઈ માટે બે વર્ષ માટે ક્વાર્ટરલી બેઝીસ અને ફર્સ્ટ ટાઈમ ડીપ ક્લિનિંગ માટે પણ નિમણૂક કરવામાં આવી છે.
- આ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનારની યાત્રા આવતા શ્રદ્ધાળુ-પ્રવાસીઓને આ તીર્થક્ષેત્રમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પ્લાસ્ટિક સહિત અન્ય કોઈપણ કચરો અને ગંદકી ન ફેલાય તે માટે તકેદારી લેવા માટે અપીલ કરવામાં આવી છે.