Junagadh News : અખિલ ગુજરાત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં ઉજવાશે; 15 ડિસેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.
- – આગામી જાન્યુઆરી-2024 ના પ્રથમ અઠવાડિયા દરમિયાન જૂનાગઢમાં ગુજરાત રાજ્યના યુવક અને યુવતિઓ માટેની અખિલ ગુજરાત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે.
- – આ સ્પર્ધામાં સ્પર્ધકો 14 થી 18 અને 19 થી 35 ની વય મર્યાદામાં સિનિયર-જુનિયર વિભાગમાં ભાગ લઇ શકશે.
- – બન્ને વિભાગના ભાઇઓ માટેની સ્પર્ધા ગીરનાર તળેટીથી અંબાજી મંદિર સુધીના 5500 પગથીયા અને બન્ને વિભાગની બહેનો માટે ગીરનાર તળેટીથી માળી પરબ સુધીના 2200 પગથીયા ચઢીને ઉતરવાના રહેશે.
- – ભાઇઓની સ્પર્ધાની સમય મર્યાદા 02 કલાક અને બહેનોની સ્પર્ધા માટે 1.15 કલાકની સમય મર્યાદા રહેશે.
- – આ સ્પર્ધા નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરનાર સ્પર્ધકોને જ પ્રમાણપત્રો આપવામાં આવશે.
- – આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયત પ્રવેશપત્રો દરેક જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીથી રૂબરૂમાં મળશે.
- – તેમજ વધુમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી બ્લોક નં.1, પ્રથમ માળ બહુમાળી ભવન, સરદાર બાગ, જૂનાગઢ ખાતેથી પણ વિનામૂલ્યે મળી શકશે.
- – આ ઉપરાંત Facebook Id –Dydo Junagadh પરથી ઓનલાઇન મળી શકશે.
- – દરેક સ્પર્ધકોએ નિયત પ્રવેશપત્રો માંગ્યા મુજબની પૂરી વિગતો સાથે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જૂનાગઢ ખાતે કચેરીના ચાલુ દિવસ દરમિયાન તા.15 ડિસેમ્બર, 2023 સુધીમાં પહોંચતા કરવાના રહેશે.
- – સમય મર્યાદા બહાર મળેલા ફોર્મ અને અધુરી વિગતો વાળા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
- – સ્પર્ધાની નિયત તારીખ તથા પસંદગી થયેલ યાદી ફેસબુક આઈડી પર મુકવામાં આવશે.
- – વધુ વિગતો માટે સંપર્ક: 0285-2630490