Junagadh News : જૂનાગઢ એસ.ટી.વિભાગના 9 ડેપોમાં એક વર્ષમાં કુલ 3,50,86,095 યાત્રિકોએ મુસાફરી કરતાં કુલ રૂ.191,23,05,237 ની આવક થવા પામી.
- જૂનાગઢ એસ.ટી.વિભાગ દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ; જૂનાગઢ ડિવિઝનમાં કુલ 9 ડેપોમાં; પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, માંગરોળ, ધોરાજી, બાટવા, જેતપુર અને જૂનાગઢ ડેપોનો સમાવેશ થાય છે.
- જે નવ ડેપોમાં વર્ષ-2022 દરમિયાન કુલ 3,43,49,571 યાત્રિકોએ મુસાફરી કરી હતી, જેના થકી કુલ રૂ.162,51,21,190 ની આવક થઈ હતી.
- જ્યારે વર્ષ-2023 માં કુલ 3,50,86,095 યાત્રિકોએ મુસાફરી કરતા વર્ષ 2022 ણી તુલનામાં 7,00,000 જેટલા મુસાફરનો વધારો થવા પામ્યો છે.
- આટલી મોટી સંખ્યામાં મુસાફરી કરતા નિગમને વર્ષ-2023માં કુલ રૂ.191,23,05,237 ની આવક થવા પામી છે.
- પરિવહન વિભાગ દ્વારા ઓગસ્ટ-2023માં એસ.ટી. બસના ભાડામાં 20% નો વધારો પણ કરવામાં આવ્યો હતો, જેના થકી જૂનાગઢ ડિવિઝનને વર્ષ 2023માં રૂ.191 કરોડથી વધુની આવક થવા પામી છે.
- હાલમાં જૂનાગઢ ડિવિઝન અંતર્ગત કુલ 497 શેડ્યૂલ પર 535 એસટી બસ દોડાવવામાં આવી રહી છે, જેમાં કુલ 910 ડ્રાઈવર અને 903 કંડકટર ફરજ બજાવી રહ્યા છે.
- સરકારે પ્રજાની સુખાકારીમાં વધારો કરતા છેલ્લા બે માસ દરમિયાન કુલ 07 સ્લીપર અને 26 એક્સપ્રેસ બસની ફાળવણી જૂનાગઢ ડિવિઝનને કરવામાં આવી છે અને આગામી માર્ચ મહિના સુધીમાં કુલ 75 નવી બસની ફાળવણી કરાશે.
- જૂનાગઢ ડિવિઝનને આશરે આઠ જેટલી ઈલેક્ટ્રિક બસની ફાળવણી કરવામાં આવી છે; જેમાંથી કુલ છ બસ જૂનાગઢ-રાજકોટ અને કુલ 2 બસ જૂનાગઢ-સોમનાથ વચ્ચે દોડી રહી છે.
- આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અવરજવર કરતાં હોય છે, ત્યારે ખાસ વિદ્યાર્થીઓ માટે 580 ટ્રીપો શરૂ કરવામાં આવી છે.