Junagadh News : જૂનાગઢ મનપા દ્વારા 14 જાન્યુઆરીએ ઉપરકોટ ખાતે પતંગ મહોત્સવનું આયોજન; જૂનાગઢવાસીઓ માત્ર રૂ.25 ની ટિકિટમાં પ્રવેશ મેળવી શકશે.
- આગામી તા.14 જાન્યુઆરીએ ઉત્તરાયણનો પર્વ જૂનાગઢવાસીઓ યાદગાર રીતે ઉજવી શકે એ માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 14 જાન્યુઆરીએ ઉપરકોટમાં પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે.
- આ પતંગ મહોત્સવમાં જોડાવા માટે જૂનાગઢવાસીઓને અડધી ટિકીટમાં પ્રવેશ અપાશે; એટલે કે રૂ.50 ના બદલે માત્ર રૂ.25 ની ટિકીટમાં પ્રવેશ મળશે.
- આ પતંગ મહોત્સવ 14 જાન્યુઆરીના સવારના 8 થી બપોરના 4 વાગ્યા સુધી યોજવામાં આવશે.
- આ પતંગ મહોત્સવમાં માત્ર જૂનાગઢના નાગરિકો જ જોડાઇ શકશે, જેની ટિકીટની કિંમત 25 રૂપિયા રહેશે.
- આ ઉપરાંત જેમણે ટિકીટ ખરીદી હશે તે વ્યક્તિ જ પ્રવેશ મેળવી શકશે, ટિકીટ ખરીદનારે સરકાર માન્ય કોઇપણ આઇકાર્ડ સાથે રાખવું પડશે અને પ્લાસ્ટિક બનાવટની પતંગો કે ચાઇનીઝ દોરોનો ઉપયોગ કરી શકાશે નહિ.
- આ પતંગ ઉત્સવમાં વહેલા તે પહેલાના ધોરણે મર્યાદિત સંખ્યામાં પ્રવેશ અપાશે.